મુંબઇ,
વર્ષો બાદ માધુરી તથા અનિલ કપૂરને સાથે લઇને આવેલી ફિલ્મ ટોટલ ધમાલ મલ્સિકાસ્ટ ફિલ્મ છે અને આ ફિલ્મે રજૂ થયાના પ્રથમ દિવસે જ 16 કરોડની કમાણી કરી લીધી છે. ટ્રેડ એનલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે આ ફીલ્મે શુક્રવારે 16.50 કરોડની કમાણી કરી છે અને વીકેન્ડમાં ફિલ્મને સારો રિસ્પોન્સ મળી શકે છે. હવે જોવું રહયું કે શનિવાર અને રવિવારમાં ફિલ્મ 50 કરોડનો આંકડો પાર કરે છે કે નહીં.
ટોટલ ધમાલ વિશે વાત કરીએ તો આ વર્ષે રજૂ થનારી ફિલ્મોમાં વર્ષના પ્રથમ દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મમાં ટોટલ ધમાલનો સમાવેશ થઈ શકે છે. કારણ કે ફિલ્મ રીલીઝ થઈ ત્યારે કોઈ તહેવાર પણ ન હતો અને રજા પણ ન હતી. છતાં પણ ફિલ્મને સારું એવું ઓપનિંગ મળ્યું હતું.
#TotalDhamaal – non-holiday release – creates dhamaal on Day 1… Biz multiplies as day progresses… Mass circuits rocking… Metros/plexes witness upward trend… Biz should grow on Day 2 and contribute to a big total over the weekend… Fri ₹ 16.50 cr. India biz.
— taran adarsh (@taran_adarsh) February 23, 2019
ફિલ્મમાં અનિલ કપૂર,માધુરી દીક્ષિતની સાથે સાથે અજય દેવગણ, રિતેશ દેશમુખ, સંજય મિશ્રા, અર્શદ વારસી, જાવેદ જાફરી આશિષ ચોધરી સહિતના ઘણા કલાકારોએ ધૂમ મચાવી છે.
ધમાલ સીરીઝની પ્રથમ ફિલ્મ 2007માં રીલીઝ થઈ હતી. જેમાં સંજય દત્ત, અરશદ વારસી અને રિતેશ દેશમુખ હતા. બીજી ફિલ્મ ડબલ ધમાલ 2011માં રીલીઝ થઈ હતી.
