મુંબઈ,
મુંબઈમાં 12 મો ગોલ્ડ એવોર્ડ 2019 યોજાયો હતો, જેમાં સની લિયોન, હિના ખાન, એરિકા ફર્નાન્ડિઝ, કરણસિંહ ગ્રોવર, અર્જુન બીજલાની, શિવાંગી જોશી અને શ્રદ્ધા આર્ય સહિતના ઘણા કલાકારોને એવોર્ડ આપવામાં આવ્યા હતા.
અભિનેત્રી સની લિયોનને વર્ષનો આઇકોન જાહેર કરવામાં આવી હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને સૌનો આભાર માન્યો છે.
https://www.instagram.com/p/B3fMwK6B2x3/?utm_source=ig_embed
ટીવીની ફેમસ એક્ટ્રેસ હિના ખાનને ‘ટીવી પર્સનાલિટી ઓફ ધ યર’, ‘મોસ્ટ ફીટ એક્ટર’ અને ‘ ‘બેસ્ટ એક્ટર ઇન નેગેટિવ રોલ’માં એવોર્ડ મળ્યો હતો.
https://www.instagram.com/p/B3gRfbZleVA/?utm_source=ig_embed
હિના ખાન પિંક કલરના ગાઉનમાં ખૂબસૂરત લાગી રહી હતી.
‘સંજીવની’ અભિનેત્રી સુરભી ચંદના અને ‘કસૌટી જિંદગી કી 2’ એરિકા ફર્નાન્ડિઝને મોસ્ટ સ્ટાઇલિશ દિવા એવોર્ડ આપવામાં આવ્યો હતો.
https://www.instagram.com/p/B3gY4RTnNVo/?utm_source=ig_embed
ટીઆરપીની યાદીમાં ટોચ પર આવેલી સીરીયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’નું સન્માન કરાયું હતું. આ શો 10 વર્ષથી વધુ સમયથી ટેલિકાસ્ટ કરી રહ્યો છે.
https://www.instagram.com/p/B3fCzmnFCP3/?utm_source=ig_embed
‘કસૌટી જિંદગી કી 2’ માં મિસ્ટર બજાજની ભૂમિકા નિભાવનારા કરણસિંહ ગ્રોવરને ‘બેસ્ટ એક્ટર ઇન નેગેટિવ રોલ’ માટે પોપ્યુલર (મેલ) એવોર્ડ મળ્યો હતો.
રિયાલિટી શો ‘ડાન્સ દીવાના’ માં એન્કર તરીકે અર્જુન બિજલાનીને બેસ્ટ એન્કરનો એવોર્ડ મળ્યો હતો.
https://www.instagram.com/p/B3fLpqxg_C7/?utm_source=ig_embed
‘રાઇઝિંગ સ્ટાર ટીવી ટુ ફિલ્મ’ માટે મૃણાલ ઠાકુર અને અવિકા ગૌરનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ એક્ટર્સને મળ્યો એવોર્ડ:
બેસ્ટ એક્ટર મેલ (ક્રીટીક્સ): પર્લ વી પુરી
બેસ્ટ એક્ટ્રેસ ફિમેલ (ક્રીટીક્સ): એરિકા ફર્નાન્ડિઝ
બેસ્ટ એક્ટર મેલ (પોપુલર): મોહસીન ખાન અને ધીરજ ધૂપર
https://www.instagram.com/p/B3g8EvOhg9i/?utm_source=ig_embed
બેસ્ટ એક્ટ્રેસ ફિમેલ (પોપુલર): શ્રદ્ધા આર્યા અને શિવાંગી જોશી
બેસ્ટ કપલ: રિયા શર્મા અને શાહિર શેખ
બેસ્ટ ટીવી શો ફિકશન: કુંડળી ભાગ્ય અને યે રિશ્તા ક્યા કહલાતા હૈ
બેસ્ટ ટીવી શો (કોમેડી): ઢ કપિલ શર્મા શો
નકુલ મહેતા અને બરખા સેન ગુપ્તા સાથે પરિતોષ ત્રિપાઠી દ્વારા ગોલ્ડ એવોર્ડ યોજાયો હતો. જ્યારે ઘણા સ્ટાર્સે પણ જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
