Not Set/ તારક મહેતા …..શોના કલાકારોએ આપી પુલવામા શહિદ જવાનોને શ્રદ્ધાંજલિ, જુઓ video

મુંબઇ, ટેલિવિઝન પરના સૌથી લોકપ્રિય કોમેડી પારિવારિક શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મની લોકપ્રિયતા અપાર છે ત્યારે આ શોના કલાકારોએ પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. દેશ હજુ આ કારમા આઘાત તથા જવાનોના જીવ ગુમાવવાના શોકમાંથી બહાર આવ્યા નથી.ત્યારે આ લોકપ્રિય શોના કલાકારોએ પણ પુલવામાં જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણકરી  હતી. જેની તસવીરો વાઇરલ થઈ […]

Entertainment

મુંબઇ,

ટેલિવિઝન પરના સૌથી લોકપ્રિય કોમેડી પારિવારિક શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મની લોકપ્રિયતા અપાર છે ત્યારે આ શોના કલાકારોએ પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. દેશ હજુ આ કારમા આઘાત તથા જવાનોના જીવ ગુમાવવાના શોકમાંથી બહાર આવ્યા નથી.ત્યારે આ લોકપ્રિય શોના કલાકારોએ પણ પુલવામાં જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણકરી  હતી. જેની તસવીરો વાઇરલ થઈ રહી છે.

Image result for tarak mehta ka ooltah chashmah pulwama

શોનું શૂટિંગ પૂર્ણ બાદ કલાકારોએ મીણબત્તી પ્રગટાવીને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. તારક મહેતા બનતા શૈલેષ લોઢાએ જણાવ્યું હતું કે શહિદ જવાનો રાષ્ટ્રનું ગૌરવ છે અને તેમના થકી જ આપણે સુરક્ષિત છીએ. દેશ તેમના આ બલિદાનને સદાકાળ યાદ રાખશે.

તારક મહેતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર આ અંગેનો એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે.

https://www.instagram.com/p/BuBlfDMHrwo/