Not Set/ ફિલ્મ પદ્માવત પછી અક્ષયકુમારની પેડમેન ફિલ્મ પણ સોશિયલ મીડિયામાં થઇ લીક

મુંબઈ પદ્માવત ફિલ્મ પછી અક્ષયકુમારની પેડમેન ફિલ્મ પણ ફેસબુક પર વાયરલ થયેલી જોવા મળી હતી. વિડિયોની સાઈટ નું નામ filmyhit.com જોવા મળ્યું હતું. પેડમેન ફિલ્મ ૯ ફેબ્રુઆરીએ રિલીઝ થઇ હતી. પેડમેન ફિલ્મને દર્શકો તરફથી સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે.આ ફિલ્મે  પ્રથમ દિવસે જ ૧૦.૨૬ કરોડની કમાણી કરી લીધી હતી. બે દિવસમાં આ ફિલ્મની કમાણીનો […]

Uncategorized Entertainment
padman cast 759 ફિલ્મ પદ્માવત પછી અક્ષયકુમારની પેડમેન ફિલ્મ પણ સોશિયલ મીડિયામાં થઇ લીક

મુંબઈ

પદ્માવત ફિલ્મ પછી અક્ષયકુમારની પેડમેન ફિલ્મ પણ ફેસબુક પર વાયરલ થયેલી જોવા મળી હતી. વિડિયોની સાઈટ નું નામ filmyhit.com જોવા મળ્યું હતું. પેડમેન ફિલ્મ ૯ ફેબ્રુઆરીએ રિલીઝ થઇ હતી.

પેડમેન ફિલ્મને દર્શકો તરફથી સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે.આ ફિલ્મે  પ્રથમ દિવસે જ ૧૦.૨૬ કરોડની કમાણી કરી લીધી હતી. બે દિવસમાં આ ફિલ્મની કમાણીનો આંકડો ૨૩.૯૪ સુધી પહોચી ગયો છે. પ્રથમ દિવસ કરતા બીજે દિવસે ફિલ્મની કમાણીમાં ૩૫ ટકા વધારો જોવા મળ્યો છે.

મહત્વનું છે કે ફિલ્મ પદ્માવત પણ જે દિવસે રિલીઝ થઇ એ દિવસે જ બપોરે  ફેસબુક પર લાઇવ ચાલી રહી હતી. ત્યારબાદ પેડમેન ફિલ્મ પણ ફેસબુક પર લીક થઇ છે એટલું જ નહિ પરંતુ પેડમેન ફિલ્મના અમુક ભાગ પણ ઈન્ટરનેટ પર લીક થઇ ગયા છે. મહત્વનું છે કે ફિલ્મ લીક થઇ જવાને કારણે  ફિલ્મના ધંધાને ઘણું નુકશાન થાય છે.

બોલીવુડમાં આવી રીતે ફિલ્મ લીક થવાની ઘટના  કોઈ પ્રથમ વાર નથી થઇ રહી પરંતુ એ પહેલા પણ સુપરહિટ ફિલ્મ જેવી કે ટોઇલેટ એક પ્રેમ કથા, રઈશ, કાબિલ અને હાલ્ફ ગર્લફ્રેન્ડ પણ રિલીઝની સાથે જ લીક થઇ ચુકી છે.

૧૬ સપ્ટેમ્બર ૨૦૧૭ માં રિલીઝ થનારી ઇમરાન હાશમીની ફિલ્મ ‘ રાજ રીબુટ ‘ ૧૩ સપ્ટેમ્બરએ જ ઓનલાઈન લીક થઇ ગઈ હતી. આ ઘટનાને પગલે ઈમરાને ટ્વીટ કરીને ચાહકોને આ ફિલ્મ થીયેટરમાં જોવા માટે અપીલ કરી હતી.

શાહીદ  કપૂરની ફિલ્મ ‘ ઉડતા પંજાબ ‘ પણ રિલીઝ થયા પહેલા જ લીક થઇ ગઈ હતી. ફિલ્મ અચાનક લીક થઇ જતા અ ફિલ્મના નિર્માતા અનુરાગ કશ્યપ અને એકતા કપૂરએ સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી. ફિલ્મ લીક કરવાનો આરોપ સેન્સર બોર્ડ પર પણ લગાવ્યો હતો કેમ કે સેન્સર બોર્ડને જે કોપી મોકલી હતી તે કોપી જ લીક થઇ હતી.

એડલ્ટ કોમેડી ફિલ્મ ‘ ગ્રેટ ગ્રાન્ડ મસ્તી ‘ પણ ફિલ્મ ડાઉનલોડની વેબસાઈટ ટોરેન્ટ પર લીક થઇ ગઈ હતી.૨૨ જુલાઈએ આ ફિલ્મ રિલીઝ થવાની હતી પરંતુ ૧૭ દિવસ પહેલા જ ફિલ્મ લીક થઇ ગઈ હતી. આ ફિલ્મની હિરોઈન ઉર્વશી રૌતેલા આ ઘટનાને લઈને પ્રેસ કોન્ફરન્સમાં ભાવુક થઈને રડી પડી હતી.

ઉર્વશીએ કહ્યું હતું કે મને ઇન્સ્તાગ્રામ પર લોકોના મેસેજ આવતા હતા ,ફિલ્મ બહુજ  મસ્ત છે અને તમારું પર્ફોમન્સ પણ ખુબ શાનદાર છે. પરંતુ આ પરિસ્થિતિમાં  હું ખુશ થયું કે રોવું એ મને સમજમાં નહતું આવતું.આ ઘટના મારા માટે કોઈ ખૂનથી ઓછી નહતી.