બુધવારે મીડિયામાં જોવા મળી રહેલી ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માના લગ્નની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. આ બંને સ્ટારના લગ્ન આગામી ૯-૧૧ ડિસેમ્બરે ઈટાલીમાં યોજાશે એવા અહેવાલ પ્રાપ્ત થયા હતા. ત્યારબાદ ગુરુવારે મોળી રાત્રે કોહલી અને અનુષ્કા શર્મા અલગ-અલગ એરપોર્ટ પર વિદેશ જતા મીડિયાના કેમેરામાં કેદ થયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, અનુષ્કાનું પરિવાર સ્વિઝરલેન્ડ ગયું છે તેમજ વિરાટ કોહલીએ પણ દિલ્હીથી સ્વિઝરલેન્ડ જવા માટે ફ્લાઈટ હતી. વિરાટે દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ રાત્રે ૧૧.૩૦ વાગ્યે પહોચ્યો હતો અને તેની ફ્લાઈટ 2.૪૫ વાગ્યે હતી.

સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, વિરાટના પરિવારજનો અને નજીકના મિત્રોએ પહેલેથી જ મિલન, ઇટલી જવા માટે ટિકિટ બુક કરાવી દીધી છે.
