સોશિયલ મીડિયા પર કેટલીકવાર એવી તસવીરો અને વીડિયો વાયરલ થાય છે, જે માનવતાનું ઉદાહરણ બેસાડે છે અને આપણને જીવનનાં મહાન પાઠ પણ ભણાવી જાય છે. આપણને નાનપણથી જ શીખવવામાં આવે છે કે આપણે હંમેશા બીજાની મદદ કરવી જોઈએ. જો કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય તો તેને ક્યારેય એકલા ન છોડવું જોઈએ.
આ પણ વાંચો – ગુજરાત / અમદાવાદમાં ઝડપાઇ નકલી દારૂ બનાવવાની ફેક્ટરી, શખ્સ મોંઘી બોટલમાં વેચતો હતો સસ્તો દારૂ
હવે સોશિયલ મીડિયા પર એક એવી તસવીર વાયરલ થઈ રહી છે, જે આપણી સામે માનવતાનું ઉદાહરણ બેસાડે છે. કહેવાય છે કે, જેની પાસે પૈસા છે તે કંઈ પણ કરી શકે છે, પરંતુ તમે ઘણીવાર જોશો કે દુનિયામાં મોટાભાગનાં લોકો એવા છે જેમની પાસે પૈસા તો ઘણા છે, પરંતુ તેમનું દિલ ખૂબ નાનું છે. આ કહેવાનો અર્થ એ છે કે પૈસાવાળા લોકો ઘણીવાર અન્યને મદદ કરવાથી દૂર રહે છે. વળી, જેઓ ગરીબ છે તેઓ હંમેશા જરૂરિયાતમંદોની મદદ માટે તેમની સાથે ઉભા રહે છે, પછી તે માનવ હોય કે પ્રાણી. આવું જ એક ઉદાહરણ વાયરલ થઈ રહેલી આ તસવીરમાં જોવા મળી રહ્યું છે. આ ફોટોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ હાથગાડી પર સૂઈ રહ્યો છે અને તેની ઉપર તેણે કૂતરાને સૂવા માટે બેડ પણ મૂક્યો છે. વ્યક્તિએ આ Dog બેડને પણ ખૂબ જ સુંદર રીતે સજાવ્યો છે. તેને જોઈને એવું લાગે છે કે બંને ડબલ સ્ટોરી બેડ પર સુઇ રહ્યા છે.
कुछ लोग इतने गरीब होते हैं कि उनके पास देने के लिए सिर्फ "पैसे" होते हैं,
और कुछ दिल के इतने अमीर होते हैं 👇#ManWithGoldenHeart!#HelpChain, #Kindness #KindnessMatters pic.twitter.com/1bbeMrK0RZ— Dipanshu Kabra (@ipskabra) December 24, 2021
આ તસવીર IPS ઓફિસર દીપાંશુ કાબરાએ ટ્વિટર પર શેર કરી છે. તેણે ફોટો સાથે એક રસપ્રદ કેપ્શન પણ આપ્યું છે. તેણે લખ્યું, “કેટલાક લોકો એટલા ગરીબ હોય છે કે તેમની પાસે આપવા માટે માત્ર “પૈસા” હોય છે અને કેટલાક લોકો દિલથી એટલા અમીર હોય છે. આ તસવીરે લોકોનાં દિલ જીતી લીધા છે. ફોટો પર અત્યાર સુધીમાં હજારો લાઈક્સ આવી ચૂકી છે. લોકો ફોટો પર ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે અને વ્યક્તિનાં ખૂબ વખાણ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, માનવી આપણે બધા છીએ, જો આપણી અંદર માનવતા આવી જાય તો આ ધરતી સ્વર્ગથી ઓછી નથી. બીજાએ લખ્યું – સંપત્તિ માટે પૈસાની જરૂર નથી, હૃદયથી સમૃદ્ધ વ્યક્તિ દરેક માટે દયાળુ અને મદદગાર હોય છે.
