Not Set/ પંચમહાલમાં ભ્રષ્ટાચારનાં મુદ્દે ખેડૂતોએ બાયો ચઢાવી પોકાર્યો બંડ

પંચમહાલમાં ભ્રષ્ટાચારના મુદ્દે ખેડૂતોએ બાયો ચઢાવી છે. પંચમહાલ જિલ્લાનાં ઘોઘમ્બા તાલુકામાં ચાલતા કરાડ સિંચાઈ નહેરનું સમારકામ ખામી યુક્ત અને હલકી ગુણવત્તાનું જણાતા ખેડૂતોએ હલ્લા બોલ કરી કેનાલનું સમારકામ અટકાવી દીધું છે. અને સરકારમાં જોવા મળી રહેલા વ્યાપક ભ્રષ્ટાચાર સામે બંડ પોકાર્યો છે. પંચમહાલ જિલ્લાનાં દક્ષિણ પંથકનાં ખેડૂતોની જીવાદોરી સમાન કરાડ સિંચાઇ યોજના હમેશા વિવાદાસ્પદ રહી […]

Gujarat Others

પંચમહાલમાં ભ્રષ્ટાચારના મુદ્દે ખેડૂતોએ બાયો ચઢાવી છે. પંચમહાલ જિલ્લાનાં ઘોઘમ્બા તાલુકામાં ચાલતા કરાડ સિંચાઈ નહેરનું સમારકામ ખામી યુક્ત અને હલકી ગુણવત્તાનું જણાતા ખેડૂતોએ હલ્લા બોલ કરી કેનાલનું સમારકામ અટકાવી દીધું છે. અને સરકારમાં જોવા મળી રહેલા વ્યાપક ભ્રષ્ટાચાર સામે બંડ પોકાર્યો છે.

પંચમહાલ જિલ્લાનાં દક્ષિણ પંથકનાં ખેડૂતોની જીવાદોરી સમાન કરાડ સિંચાઇ યોજના હમેશા વિવાદાસ્પદ રહી છે. કરાડ સિંચાઇ યોજના અંતર્ગત કેનલોનાં રખરખાવ અને મરમ્મત બાબતે દર વર્ષે ખેડૂતોમાં અસંતોષ જોવા મળે છે. ત્યારે કરાડ સિંચાઇ યોજનાને લઈને આ વખતે વધુ એક વાર વિવાદ ઊભો થયો છે. આ વખતે ખેડૂતો સીધા જ લડતના મૂડમાં જોવા મળી રહ્યા છે .

હાલમાં કરાડ સિંચાઇ યોજનામાં નહેરોની મરામતનું કામ ચાલી રહ્યું છે. જે કામ દર વર્ષની જેમ જ ગુણવત્તા વગરનું હોવાનું માલૂમ પડતાં કરાડ સિંચાઇ યોજનામાથી પાણી મેળવતા ખેડૂતોએ જનતા રેડ કરી હલ્લાબોલ કરી હલકી ગુણવત્તાની બાંધકામ ની કામગીરી અટકાવી દીધી હતી. પાનમ સિંચાઇ યોજના અંતર્ગત કરાડ યોજનાના નહરોના સમારકામ કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી. જે માટે 18 લાખનાં બજેટની ફાળવણી કરવામાં આવી હતી. કામગીરી શરૂ થયા બાદ કામ હલકી ગુણવત્તાનું લાગતાં ખેડૂતોમાં આક્રોશ ફેલાયો હતો અને ખેડૂતોએ એકત્રિત થઈ કામગીરી અટકાવવા માટે રેડ કરી હતી અને નહેરોના સમારકામની હલકી કક્ષાની કામગીરી કામગીરી અટકાવી દીધી હતી.

જુઓ આ વિડાયો……….