Mahisagar News: મહિસાગર જિલ્લામાં એક એવી ઘટના બની છે જ્યાં એક પિતાએ પોતાની પુત્રીને જાતિ પ્રમાણપત્ર ન મળતાં આત્મહત્યા (Suicide) કરી લીધી. મહિસાગરના કડાણાના રાણકપુર ગામમાં, એક પિતાએ અંગ્રેજીમાં જાતિનો ઉલ્લેખ ન થતાં આત્મહત્યા કરી લીધી. દબાણ છતાં યોગ્ય ન્યાય ન મળતાં પિતાએ પોતાનું જીવન ટૂંકાવી લીધું. પિતાના મૃતદેહ પાસે એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં નાયબ મામલતદાર, મામલતદાર ત્રાસ આપતા હોવાનો આરોપ મૂકાયો છે અને મામલતદારના ત્રાસને કારણે આત્મહત્યા કર્યાનો આરોપ લગાવાયો.
કડાણા તાલુકાના રણકપુર ગામમાં, જાતિ પ્રમાણપત્ર ન મળતાં એક પિતાએ આત્મહત્યા કરી લીધી. રાણકપુર ગામના ડામોર ઉદાભાઈએ પોતાની પુત્રી માટે અંગ્રેજી જાતિ પ્રમાણપત્ર માટે અરજી કર્યા પછી તેમને પ્રમાણપત્ર ન મળ્યું .પુત્રી ધ્રુવિષાના પ્રમાણપત્ર માટે અનેક વખત દબાણ કરવા છતાં યોગ્ય ન્યાય ન મળતાં ઉદાભાઈએ આત્મહત્યા કરી લીધી.
ડામોર ઉદાભાઈ દ્વારા કડાણા મામલતદારના અવાર નવાર ધક્કા ખાતા અંતે કોઈ દિશા ન મળતા ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. ડામોર ઉદાભાઈ પાસેથી સ્યૂસાઈડ નોટ (suicide note) પણ મળી આવી છે, જેમાં નાયબ મામલતદાર તેમજ મામલતદાર ત્રાસ આપતા હોવાને લઈ જીવન ટૂંકાવ્યાનો ઉલ્લેખ કરાયો છે.
બીજી તરફ, પરિવારનો આરોપ છે કે અનેક પુરાવા આપવા છતાં, તેઓ એક મહિનાથી સતત તેમને હેરાન કરી રહ્યા છે. પરિવાર અને સ્થાનિક લોકોએ માંગ કરી છે કે મામલતદાર અને નાયબ મામલતદાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવે. વિશ્લેષણ સમિતિને તમામ પુરાવા આપવા છતાં પરિવારને કોઈ જાતિનો દાખલો ન મળતાં, પરિવારના વડાએ આત્મહત્યા કરી લીધી.
ઉદાભાઈ ડામોર કડાણા પોલીસ સ્ટેશન ખાતે જી.આર.ડી વિભાગમાં નોકરી કરતા હતા. આખરે પોતાની દીકરીને નોકરી માટે અંગેજી દાખલાની જરૂર હોવાને લઈ ન મળતાં મોતને વ્હાલુ કર્યું. સરકારી બાબુઓ સામે જંગ હારી જતા તેમણે ઝાડ ઉપર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. આ અંગે પરિવાર પાસે ગુજરાતી જાતિનો દાખલો હોવાનું રટણ જ્યારે મામલતદારમાં તે દાખલો ન મૂકતા હોવાનું મામલતદારનું રટણ કર્યું. મામલતદાર કચેરીમાં જે પુરાવા માંગ્યા હતા, તે પુરાવા ન મુકતા તેઓને પાછા મોકલ્યા હતા.
આ પણ વાંચો:દીપિકા પટેલ આપઘાત કેસમાં મોટો વળાંક : જેને બહેન કહેતો હતો તેની સાથે ચિરાગના હજારો ફોટા મળ્યા
આ પણ વાંચો:પત્નીના ત્રાસથી કરી પતિએ આત્મહત્યા, આપઘાત પૂર્વે મિત્રને મોકલ્યું ઓડિયો રેકોર્ડિંગ
આ પણ વાંચો:સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં ઈન્ટર્નશીપ કરતી યુવતીનો આપઘાત
