બાળકના જીવન માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તેની સારી રીતે કાળજી લેવામાં આવે. બાળપણમાં, દરેક ક્ષણે તેના પર નજર રાખવાની જરૂર છે. કારણ કે જ્યારે બાળક ક્યારે શું કરી લે તમે સમજી શકતા નથી. સહેજ પણ બેદરકારી ઈજા થઇ શકે છે અથવા મૃત્યુ પણ થઇ શકે છે. ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેડમાં એક માસૂમ બાળકીનું મોત થયું છે. પિતા પર મૃત્યુનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને તેને પાંચ વર્ષની સજા આપવામાં આવી હતી.
બાળકને બાથટબમાં છોડીને સિગારેટ અને ફેસબુક જોવા લાગ્યા પિતા
2 એપ્રિલના રોજ, ક્વીન્સલેન્ડમાં એક ઘરમાં માતમ ફેલાઈ ગયો. જ્યારે બાથટબમાં ડૂબી જવાથી એક સુંદર નાની બાળકીનું મૃત્યુ થયું હતું.લેહ જેડને તેના પિતા ડેનિયલ જેમ્સ ગેલેગ બાથરૂમમાં નહાવા માટે લાવ્યા હતા. ત્યારબાદ તે ઘરના ઈલેક્ટ્રીકલ કામ માટે બહાર ગયો હતો. આ પછી તેણે સિગારેટ પીવાનું શરૂ કર્યું અને ફેસબુક જોવાનું શરૂ કર્યું. તેને ખ્યાલ નહોતો કે તેણે બાળકને પાણી ભરેલા ટબમાં છોડી દીધું હતું. 7 મિનિટ પછી જ્યારે તે બાથરૂમ ગયો તો તેણે દીકરીને બાથટબમાં ડૂબતી જોઈ. છોકરીનો ચહેરો પાણીમાં તરતો હતો. તે બેભાન અવસ્થામાં હતી.
બાળકીને બચાવી શકાઈ નહીં
જેમ્સે પછી ઈમરજન્સી સર્વિસીસને ફોન કરીને CPR આપવાનો પ્રયાસ કર્યો. તેની પત્ની શૈલાને પણ તેની પુત્રીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પછી જયારે બાળકીને હોસ્પિટલમાં લઈ જવાયા બાદ બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી.
કોર્ટે પિતાને ફટકારી સજા
ધ સને અહેવાલ આપ્યો કે જેમ્સે કોર્ટમાં સ્વીકાર્યું કે તે અકસ્માત નથી. બલ્કે, તે તેની બેદરકારી હતી. બાળકનું મોત કોઈ અકસ્માતને કારણે થયું નથી. કોર્ટે પિતાને દોષિત માનીને 5 વર્ષની જેલની સજા ફટકારી છે.
બાળક પ્રત્યે બેદરકાર ન રહો
જેમ્સ તેની પુત્રીને ખૂબ પ્રેમ કરતો હતો. પરંતુ થોડી બેદરકારીને કારણે તે તેનાથી દૂર ચાલી ગઈ. તેથી, જ્યારે બાળક ખૂબ નાનું હોય, ત્યારે તેના પ્રત્યે કોઈ બેદરકારી ન રાખવી જોઈએ. કારણ કે તેઓ ગમે ત્યારે કંઈ પણ કરી શકે છે. તેઓ તેમની જાતને કોઈપણ વસ્તુથી નુકસાન પહોંચાડી શકે છે.
આ પણ વાંચો:તાપી નદીનું રોદ્ર સ્વરૂપ, ઉકાઈ ડેમમાંથી બે લાખ ક્યુસેક પાણી છોડયું
આ પણ વાંચો: ટ્રકે ટક્કર મારતા ગર્ભવતી મહિલાનું ઘટનાસ્થળે મોત,પેટ ફાટી જતા બાળક આવ્યું બહાર,સંપૂર્ણ સ્વસ્થ
આ પણ વાંચો:મક્કા મસ્જિદમાં પહેલીવાર પહોંચ્યો બિન-મુસ્લિમ શખ્સ, વિશ્વભરમાં હોબાળો; જાણો સમગ્ર મામલો