બાંગ્લાદેશના સંરક્ષણ સચિવ અબ્દુલ્લા અલ મોહસીન ચૌધરીનું સોમવારે અવસાન થયું હતું. 57 વર્ષિય મોહસીન કોરોના વાયરસથી પીડિત હતા. હવે તે તેમની પાછળ પત્ની, એક પુત્ર અને એક પુત્રીને વિલાપ કરતા મૂકી ગયા છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા પછી, તેમને 2 જૂને ઢાકાની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેમની હાલત સતત બગડતી જ રહી, તેમને પ્લાઝ્મા થેરપી પણ આપવામાં આવી. જો કે, ઘણા પ્રયત્નો પછી પણ તે બચાવી શકાય નહી.
સંરક્ષણ મંત્રાલયના વહીવટી અધિકારી એમ.ડી. ભસાણી મિર્ઝાના જણાવ્યા અનુસાર, ચૌધરીનું મોત હોસ્પિટલમાં સારવાર દરમ્યાન થયું હતું. વડા પ્રધાન શેખ હસીનાએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. હસીનાએ સ્વર્ગસ્થ આત્માની શાંતિ અને પરિવાર માટે ગહન સંવેદના વ્યક્ત કરી છે.
તમને જણાવી દઈએ કે ચૌધરી, જેનો જન્મ 1963 માં કમિલામાં થયો હતો, તેણે ઢાકા યુનિવર્સિટીમાંથી માંથી સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું. બાદમાં તેમણે ગવર્નન્સ સ્ટડીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પણ કર્યું.
અગાઉ તેમણે મત્સ્યઉદ્યોગ અને પશુધન મંત્રાલય, નાણાં મંત્રાલય, ઉદ્યોગ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની જવાબદારી સંભાળી હતી. અત્યાર સુધીમાં, બાંગ્લાદેશમાં કોરોના વાયરસના 1,41,801 કેસ નોંધાયા છે. જ્યારે 1,783 લોકોનાં મોત નીપજ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
