સલમાન ખાન અને કેટરીના કૈફ ની ફિલ્મ ‘એક થા ટાઇગર ’ બોક્સ ઓફીસ પર સુપર હીટ રહી હતી’. હવે આ મુવીની સિરીઝ ‘ટાઈગર જિંદા હૈ’ થોડાક જ સમયમાં રિલીઝ થશે. ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરે ટ્વીટ કરીને કહ્યું હતું કે,આ દિવાળી પર સલમાનના ફેન્સને સરપ્રાઈઝ મળશે.

ફિલ્મ સિરીઝ ‘ટાઈગર જિંદા હૈ’ નું આજે પેહલું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં સલમાન ખાનના હાથમાં બંધુક છે અને પોસ્ટર પર લખ્યું છે કે ‘ઘાયલ વાઘ જેવો શિકાર કોઈ કરી શકતું નથી અને ટાઈગર આવી રહ્યો છે. સલમાન ખાને પોસ્ટર સાથે ટ્વીટ કર્યું છે કે ‘દિવાલી ગિફ્ટ પસંદ આયા’? હવે ક્રિસમસ પર મળીશું.
