Amreli News: અમરેલીના નવા માર્કેટીંગ યાર્ડમાં આવેલ વેરહાઉસમાં ઘઉંના દાણા ઉતારતી વખતે અકસ્માતમાં પાંચ મજૂરોના કચડાઈ જવાથી મોત નીપજ્યા હતા, જેમાં એક મજૂરનું મોત નિપજ્યું છે જ્યારે અન્ય ચારને ઈજાઓ થતાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે.
આજે અમરેલીના નવા માર્કેટીંગ યાર્ડમાં વેપારીના ગોદામમાં કામદારો ઘઉંના દાણા ઉતારી રહ્યા હતા. આકસ્મિક રીતે, ઘઉંની ગુણીઓ કામદારો પર પડી ગઈ અને પાંચ કામદારોને કચડી નાખ્યા, જેમાંથી એકનું મોત નીપજ્યું જ્યારે ચાર કામદારોને ઈજાઓ થતાં સારવાર માટે મોકલવામાં આવ્યા. નવા માર્કેટીંગ યાર્ડમાં બનેલી ઘટનાને પગલે વેપારીઓ અને અન્ય કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી.
આ અંગે અમરેલી ન્યુ માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી તુષાર હાપાણીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે યાર્ડમાં આવેલ વેપારીના ગોદામમાં ઘઉંનો મોટો ઢગલો છે. જેને ઉપાડતી વખતે આ ઘટના બની હતી. નવા માર્કેટિંગ યાર્ડમાં વેપારીના વેરહાઉસમાં બનેલી આ ઘટનામાં એક મજૂરનું મોત થયું છે, તેની સાથે ચાર મજૂરો ઘાયલ થયા હતા. જ્યારે જયંતિભાઈ જીવરાજભાઈ ભેસાણિયા, વિપુલ ગોહિલ, ધનસુખભાઈ દેવજીભાઈ ભેસાણિયા અને નટુભાઈ ભાલુ નામના ચાર મજૂરોને ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
નવા માર્કેટીંગ યાર્ડમાં આવેલા વેપારીના ગોડાઉનમાં બનેલી આ ઘટનામાં નવા ખીજજડીયા ગામના વિપુલ દિનેશભાઈ કનક નામના 30 વર્ષીય મજૂરનું મોત નિપજ્યું છે. જ્યારે જયંતીભાઈ જીવરાજભાઈ ભેસાણીયા, વિપુલ ગોહિલ, ધનસુખભાઈ દેવજીભાઈ ભેસાણીયા અને નટુભાઈ ભાલુ નામના ચાર મજૂરો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર બ્રિજની કામગીરી દરમ્યાન થયું મજૂરનું મોત
આ પણ વાંચો: અમદાવાદમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર વધુ એક મજૂરનું મોત, પોલીસે નોંધ્યો ગુનો
આ પણ વાંચો: એરપોર્ટના પ્રવેશદ્વાર નજીક દુર્ઘટના, હેવી વીજ લાઈનમાં શોક લાગતા મજૂરનું મોત
