Not Set/ Forbes ની યાદી મુજબ મુકેશ અંબાણી હવે વિશ્વનાં પાંચમાં સૌથી ધનિક શખ્સ

  કોરોનાવાયરસનાં કારણે વિશ્વનાં મોટાભાગનાં દેશએ લોકડાઉનને લાગુ કરવુ પડ્યું છે, ત્યારે આ લોકડાઉનનાં કારણે લાખો લોકોએ પોતાની આજીવિકા ગુમાવી છે. પરંતુ એક ભારતનો એક શખ્સ છે જે આ કપરા સમયે પણ સતત કમાણીમાં વિક્રમ સર્જી રહેલ છે. જી હા, અહી વાત મુકેશ અંબાણીની થઇ રહી છે. જેઓ ફોર્બ્સની લિસ્ટ મુજબ દુનિયાનાં પાંચમાં સૌથી ધનિક […]

Business
8bb5fdf3df1f9b1876fadb088957d1d7 Forbes ની યાદી મુજબ મુકેશ અંબાણી હવે વિશ્વનાં પાંચમાં સૌથી ધનિક શખ્સ
 

કોરોનાવાયરસનાં કારણે વિશ્વનાં મોટાભાગનાં દેશએ લોકડાઉનને લાગુ કરવુ પડ્યું છે, ત્યારે આ લોકડાઉનનાં કારણે લાખો લોકોએ પોતાની આજીવિકા ગુમાવી છે. પરંતુ એક ભારતનો એક શખ્સ છે જે આ કપરા સમયે પણ સતત કમાણીમાં વિક્રમ સર્જી રહેલ છે. જી હા, અહી વાત મુકેશ અંબાણીની થઇ રહી છે. જેઓ ફોર્બ્સની લિસ્ટ મુજબ દુનિયાનાં પાંચમાં સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે.

બિઝનેસ મેગેઝિન ફોર્બ્સનાં અબજોપતિઓની યાદી મુજબ, મુકેશ અંબાણી વિશ્વનાં સૌથી ધનિક વ્યક્તિ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં અધ્યક્ષ, ઓઇલ ટુ ટેલિકોમ સમૂહ, અમેરિકન રોકાણકાર વોરેન બફેટને પાછળ છોડી મુકેશ અંબાણી ફોર્બ્સની યાદીમાં પાંચમા ક્રમે આવે છે. ફોર્બ્સનાં જણાવ્યા અનુસાર મુકેશ અંબાણીની સંપત્તિ 75 બિલિયન ડોલર છે.

ગયા મહિને જ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેની ડિજિટલ સર્વિસ શાખા જિઓમાં લગભગ 33 ટકા હિસ્સો ફેસબુક અને ગૂગલ સહિતનાં મોટા રોકાણકારોને વેચી દીધો હતો, ત્યારબાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હવે દેવાથી મુક્ત થઈ ગઈ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 22 થી અત્યાર સુધી કુલ 14 ડીલ્સની ઘોષણા કરી છે, જેમા Jio પ્લેટફોર્મમાં 1.5 લાખ કરોડનાં હિસ્સાનું વેચાણ પણ સામેલ છે. જિઓ પ્લેટફોર્મમાં નવીનતમ રોકાણ ગૂગલનું છે, જેણે 7.7 ટકા હિસ્સા માટે 33,737 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે Jio માં રોકાણ દ્વારા રૂ.2.12 લાખ કરોડ એકત્ર કર્યા છે. આ મહિનાની શરૂઆતમાં મુકેશ અંબાણીએ કંપનીની એક બેઠકમાં શેરહોલ્ડરોને આ માહિતી આપી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર બુધવારે કારોબારમાં રૂ. 2,010 ની ટોચ પર પહોંચ્યો છે, તેનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 12.70 લાખ કરોડ થઇ ગયું છે અને તે દેશની સૌથી મૂલ્યવાન કંપની બની ગઇ છે. દરમિયાન, ફોર્બ્સનાં જણાવ્યા અનુસાર, જેફ બેઝોસ વિશ્વનાં સૌથી ધનિક વ્યક્તિ છે, જેની સંપત્તિ 185.8 બિલિયન ડોલર છે. બિલ ગેટ્સ, બર્નાર્ડ આરનોલ્ટ અને માર્ક ઝુકરબર્ગ મુકેશ અંબાણીથી યાદીમાં આગળ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.