Not Set/ વિદેશી કપલે વારાણસીની પાવન ધરતી પર આવી હિન્દુ રિતીરિવાજ મુજબ કર્યા લગ્ન

વારાણસીનાં શિવાલા વિસ્તારમાં આવેલા સૂર્યોદય હવેલીમાં રેયૂનિયાનાં લોડ્રિયાં અને ફ્રાન્સનાં મારિને એક બીજા સાથે ભારતીય પરંપરા અનુસાર લગ્ન કર્યા. લોડ્રિયાંએ જણાવ્યું હતું કે તે મારિનની સાથે 5 વર્ષથી પ્રેમ સંબંધમાં હતો અને લગભગ 5 વખત ભારત આવ્યો હતો. જ્યારે તે કાશીની મુલાકાતે આવ્યો ત્યારે તેને અહીંની સભ્યતા સંસ્કૃતિ અને અહીની શૈલી ખૂબ ગમી હતી, ત્યારથી […]

India

વારાણસીનાં શિવાલા વિસ્તારમાં આવેલા સૂર્યોદય હવેલીમાં રેયૂનિયાનાં લોડ્રિયાં અને ફ્રાન્સનાં મારિને એક બીજા સાથે ભારતીય પરંપરા અનુસાર લગ્ન કર્યા. લોડ્રિયાંએ જણાવ્યું હતું કે તે મારિનની સાથે 5 વર્ષથી પ્રેમ સંબંધમાં હતો અને લગભગ 5 વખત ભારત આવ્યો હતો. જ્યારે તે કાશીની મુલાકાતે આવ્યો ત્યારે તેને અહીંની સભ્યતા સંસ્કૃતિ અને અહીની શૈલી ખૂબ ગમી હતી, ત્યારથી જ બંનેએ કાશીમાં લગ્ન કરવાનું વિચાર્યું હતું. આજે બંનેનાં લગ્ન કાશીમાં થયા હતા. વિદેશી દંપતીને 14 મહિનાનો એક પુત્ર પણ છે.

Image result for foreign couple married in varanasi

ભારતીય વૈવાહિક પરંપરા અનુસાર, તેઓ એકબીજા સાથે બંધાયેલા છે. 3 કલાકનો મેટ્રિમોનિયલ પ્રોગ્રામમાં દરેક રિવાજને અનુસરવામાં આવ્યુ, જે ભારતીય લગ્નમાં થાય છે. સિંદૂર દાન, ફેરા અને કન્યાદાન વગેરે જેવા મુખ્ય નિયમો અનુસાર વૈવાહિક કાર્યક્રમ પૂર્ણ થયો હતો. ભારતીય સંસ્કૃતિ મુજબ આ વિદેશી પ્રેમાળ યુગલો લગ્ન કરીને ખુશ થયા હતા.

Image result for foreign couple married in varanasi

આપને જણાવી દઇએ કે લોદ્રીયાં રેયૂનિયાંનાં રહેવાસી છે, જ્યાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે અને કાલી પૂજા, શિવપૂજા પણ ત્યાં કરવામાં આવે છે. આ બધા ગુણો જોયા પછી જ્યારે તે ભારત આવ્યો ત્યારે અહીંની સંસ્કૃતિએ તેને મોહિત કરી દીધો. ખાસ કરીને કાશી આવ્યા પછી તે ખૂબ જ પ્રભાવિત થયો અને ત્યારબાદ તેમણે અહીં લગ્ન કરવાનું નક્કી કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.