Patan News : પાટણમાં 1.29 કરોડની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. જેમાં એક વેપારી સાથે આ છેતરપિંડી કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તપાસમાં કોમ્પ્યુટર સેલ્સના માલિક સાથે આ ઠગાઈ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. કમ્પ્યુટર સેલ્સનો માલિક ઓનલાઈન બિઝનેસમાં રુપિયા કમાવાની લાલચે છેતરપિંડીનો ભોગ બન્યો હતો. આ અંગે વેપારી પંકજકુમાર ગાંધીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે એકાઉન્ટ ધારકો અને મિડીયેટરની અટકાયત કરી છે. આ કેસમાં સાયબર પોલીસે બે મહિલા અને બે પુરૂષની અટકાયત કરી છે.
પોલીસે આરોપીઓની અટકાયત કરીને તેમને કોર્ટમાં હાજર કરીને રિમાન્ડની માંગણી કરી છે. જોકે આ કેસનો મુખ્ય સુત્રધાર હજી પકડાયો નથી. જેને પગલે પોલીસ તેની શોધ ચલાવી રહી છે. પકડાયોલા આરોપીઓમાં કલોલના પ્રતિક મનોજભાઈ પંચાલ, અમદાવાદના રાજન કનુભાઈ ચૌહાણ, અમદાવાદની શિવાની જે. કંસારા અને વડોદરાની રચના વિહંગ ગાંધીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: સુરતના તત્કાલીન ટીપીઓ સામે 1.57 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરતી એસીબી
આ પણ વાંચો: સરકાર પણ કૌભાંડીઓથી ત્રાસીઃ ટીપીની સમયમર્યાદામાં નોંધપાત્ર ઘટાડો
આ પણ વાંચો: સાગઠિયાની જેલમાંથી પણ ગઠિયાબાજી, બહેને જેલમાં આપી ચિઠ્ઠી