ગાંધીનાં ગુજરાતમાં અને ક્રૃષ્ણની નગરી અને 7 મોક્સપુરીમાની એક દ્વારકામાં દારૂની રેલમ છેલ થઇ રહી છે. જે સ્થાન પર દુનિયાભરનાં લોકો મનમાં આસ્થા અને સુવિચાર સાથે આવે છે તે દ્વારકામાં સરકારી બાબુઓ દ્વારા કાદયાના ધજાગરા કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર મામલો એક વીડિયો વાયરલ થતા સામે આવ્યો છે.
વાયરલ વીડિયો દ્વારકાનાં ખંભાળીયા ધરમપુર ગ્રામ પંચાયત કચેરીનો છે. જ્યા સરકારી બાબુઓ નશાની મજા લેતા વીડિયોમાં કેદ થયા છે. દ્વારકાને કૃષ્ણની નગરી કહે છે જ્યા લોકો એક આસ્થા સાથે દર્શન કરવા આવે છે. ત્યા આ પ્રકારની દારૂની મબેફીલ માણતા સરકારી બાબુઓનો વીડિયો સામે આવતા લોકોની આસ્થાને મોટો ઝાટકો લાગ્યો છે. જો કે ગુજરાતમાં દારૂની મહેફીલ માણતો આ પહેલો કિસ્સો નથી, આ પહેલા પણ ગુજરાતનાં ઘણા શહેરોમાં દારૂની રેલમછેલ થતી જોવા મળે છે. પોલીસ દ્વારા બુટલેગરોની ધરપકડ પણ કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી દારૂની મહેફીલો માંણતા લોકો પર અંકુશ લાવવામાં પોલીસ પૂરી રીતે ફેઇલ રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વર્ષોથી દારૂ બંદી છે. છતા દારૂ ખૂબ વહેચાય છે અને પીવાય પણ છે. જ્યારે દ્વારકા, કે જે સ્થળને આસ્થાથી જોડવામા આવે છે ત્યા દારૂની રેલમછેલ ચાલતી હોય તો સમજી શકાય છે કે અન્ય શહેરોની શું હાલત હશે.
