Surat News/ સુરતમાં ગણેશ વિસર્જન અનિચ્છનીય ઘટના વગર સંપન્ન, 72 હજારથી વધુ પ્રતિમાઓનું વિસર્જન

સુરતમાં ગણેશ વિસર્જન અનિચ્છનીય ઘટના વગર સંપન્ન થઈ ગયો છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 72 હજારથી વધારે પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તેમા હજીરાના દરિયામાં સૌથી વધુ બે હજારથી વધુ મોટી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

Gujarat Surat Breaking News

Surat News: સુરતમાં ગણેશ વિસર્જન અનિચ્છનીય ઘટના વગર સંપન્ન થઈ ગયો છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 72 હજારથી વધારે પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તેમા હજીરાના દરિયામાં સૌથી વધુ બે હજારથી વધુ મોટી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

પોલીસે આખા સુરતમાં ચાલતા ગણેશ વિસર્જનનું સીસીટીવી અને ડ્રોન કેમેરાથી ખાસ મોનિટરિંગ કર્યુ હતુ. તેની સાથે તેણે આખો કંટ્રોલરૂમ સતત ધમધમતો રાખ્યો હતો. આ કંટ્રોલ રૂમ 48 કલાક ધમધમતો રાખવામાં આવ્યો હતો. તેની સાથે ફાયર બ્રિગેડની ટીમ, એમ્બ્યુલન્સ, ડૂબકીમારો અને સ્થાનિક સ્તરે તરવૈયાઓની આખી ફોજ પણ તૈયાર રાખવામાં આવી હતી. આમ સુરત શહેરમાં કોઈપણ પ્રકારનો કાંકરીચાળો કર્યા વગર આ ગણેશ વિસર્જન સંપન્ન થયું હતું.

અગાઉ સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર વિધર્મી સગીરોએ પથ્થરમારો કરતાં આ વખતે ગણેશ વિસર્જનમાં પણ તંગદિલીની સંભાવના હતી, પરંતુ પોલીસે અત્યંત ચુસ્ત વ્યવસ્થા અને મજબૂત બંદોબસ્ત વચ્ચે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના થવા દીધી ન હતી. ગણપતિ પંડાલની બનેલી ઘટનાને જોતાં તેના પછી આટલો મોટો વિસર્જનનો પ્રસંગ કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના વગર પૂરો કરવાનું શ્રેય ચોક્કસપણે પોલીસની જડબેસલાક કાર્યવાહીને જાય છે.

10 દિવસ સુધી શ્રીજીની આરાધના કર્યા બાદ ભક્તો ભારે હૈયે શ્રીજીને વિદાય આપી હતી. સુરત શહેરમાં સવારથી ગણેશ વિસર્જન શરૂ થયું હતું. મહાનગરપાલિકા દ્વારા જુદા-જુદા ઝોનમાં 21 કુત્રિમ તળાવો બનાવવામાં આવ્યા હતા, આ ઉપરાંત 3 ઓવારામાં મોટી મૂર્તિઓનું વિસર્જન થયું હતું. પોલીસ સતત ફરજ પર તૈનાત હતી. આજે ભાવિકો ડીજે ડ્રમ સાથે તેમના પિતાને અંતિમ વિદાય આપી હતી. ગણેશ આયોજકો દ્વારા 10 દિવસની પૂજા કર્યા બાદ હવે વિસર્જન સમયે બાપ્પાને વિદાય આપવામાં આવી હતી. ગણેશ ભક્તો ભક્તિભાવ સાથે વિસર્જન માટે કૃત્રિમ તળાવે ગણપતિ બાપા મોરિયાના ધૂન  ગાતાં-ગાતા પહોંચ્યા હતા.

દરમિયાન પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં કૃત્રિમ તળાવ અને સ્વચ્છતા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. મ્યુનિસિપલ હેલ્થ વિભાગ દ્વારા 160 સુપરવાઈઝર, 928 સફાઈ કામદારો 17 જેસીબી, 24 ટ્રક, 34 ડોર ટુ ડોર વાહનો, 28 ઈ-વાહનો સાથે 21 ટીમો સાથે કૃત્રિમ તળાવો અને અન્ય સ્થળોએ સઘન સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે.

તેના પછી વિસર્જન દરમિયાન પેદા થતા કચરાને અલગ કરવા માટે કુલ 70 થી વધુ કન્ટેનર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત દર્શન યાત્રા દરમિયાન કોઈને તબીબી સારવારની જરૂર પડે તો 21 ઓવારા ખાતે પ્રાથમિક સારવાર માટે 21 મેડિકલ ટીમો પણ તૈનાત રાખવામાં આવી હતી. આ સાથે સ્થળની નજીક 21 મોબાઈલ ટોઈલેટ પણ મૂકવામાં આવ્યા હતા.

આ ઉપરાંત ગણેશ વિસર્જન કાર્યક્રમના સમાપન બાદ ઓવારા અને તમામ માર્ગોની સ્વચ્છતા ઝુંબેશને ધ્યાનમાં રાખીને તમામ ઓવારામાં 248 સુપરવાઈઝર, 3600 સફાઈ કામદારો, 16 જેસીબી, 27 ટ્રક, 157 ડોર ટુ ડોર વાહનોની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભક્તો, ગણેશ વિસર્જનનાં નિયમ જાણી લો, દાદાને કેવી રીતે આપશો વિદાય…..

આ પણ વાંચો: ગણેશ વિસર્જને મૂર્તિઓ કેમ પાણીમાં પધરાવી દેવાય છે? કઈ માન્યતાઓ જોડાયેલી છે…

આ પણ વાંચો: ઈદ-એ-મિલાદની રજામાં બદલાવ, ગણેશ વિસર્જનને લઈને મુસ્લિમોએ બદલ્યો નિર્ણય