Surat News: સુરત શહેરમાં પરપ્રાંતિયો મોટી સંખ્યામાં વસવાટ કરે છે, તે ઉપરાંત શહેરમાં લારી કલ્ચર પણ ખૂબ મોટા પ્રમાણમાં ફેલાયેલું છે, ત્યારે ગેસની બોટલનો પરવાનો ન હોય તેવા લોકોને ગેરકાયદે નાની બોટલમાં ગેસ ભરી આપવામાં આવે છે. ખાનગી રાહે આ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી રહે છે. અડાજણ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતાં ગેસ રી-ફિલિંગ નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો
અડાજણ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતાં ગેસ રી-ફિલિંગ નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. સાથે જ એક વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો છે. અડાજણમાં પાસ પરમીટ વગર ગેસ રી ફિલિંગ કરતા આરોપી દેમારામ બુધારામ ચૌઘરીની પાલનપુર કેનાલ રોડથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી અલગ અલગ કંપનીના ગેસના બાટલા સહિત કુલ રૂપિયા 21550નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પરમિશન વગર એક બાટલા માંથી બીજા બાટલામાં ગેસ રિ ફિલિંગનું કામ કરતા આરોપીઓ લોકોના જીવને જોખમમાં મૂકતાં હતાં. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:પાલનપુરમાં કારમાં પુરાઈ જતાં 5 વર્ષના બાળકનું થયું મોત
આ પણ વાંચો:રાજ્યમાં આગામી 3 દિવસ વંટોળની શક્યતા, ગરમીથી થશે રાહત!
આ પણ વાંચો:રાજકોટ અગ્નિકાંડને લઈ તપાસ તેજ, DGP અધિકારીઓની પૂછપરછ કરશે
