Vadodara News: વડોદરામાં લગ્નની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે. ગોત્રી સંસ્કાર નગરમાં રહેતા યુવાને દુષ્કર્મ આચર્યુ. ચાર વર્ષ સુધી શરીરસુખ માણ્યા બાદ યુવકે યુવતીને તરછોડી દીધી. તેના પગલે યુવતીએ ફરિયાદ નોંધાવી.
લગ્નની લાલચે હોટેલમાં લઈ જઈ યુવતી સાથે બળજબરીપૂર્વક શરીરસુખ માણ્યું. તેના પછી યુવતીએ લગ્નની વાત કરતાં યુવકે તેને અપશબ્દો કહ્યા હતા અને તેની જાતિ અંગે અભદ્ર શબ્દોમાં વાત કરી હતી.
આમ જાતિ વિરુદ્ધ અપશબ્દો બોલી અપમાનિત કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. યુવતીની ફરિયાદના આધારે ગોત્રી પોલીસે આરોપી દીપ યશવંત ભાઈ પટેલની ધરપકડ કરી છે. આરોપી સામે એટ્રોસિટી એક્ટ તેમજ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. ગોત્રી પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પહેલા ભાજપના આ કાર્યકરે પરીણિતા પર દુષ્કર્મ આચર્યુ હતુ. મહિલાને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. નંદેસરી પોલીસ સ્ટેશનમાં ભાજપના આ કાર્યકર સામે ગુનો નોંધાયો છે. વડોદરાના નંદેસરી પોલીસ સ્ટેશનમાં ભાજપના કાર્યકર વિરૂદ્ધ પરણિતા ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદમાં પીડિત મહિલાનો આરોપ છે કે આરોપીએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પરીણિતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર રવિવારે રાત્રે જ્યારે તે સૂતી હતી તે દરમિયાન આકાશ ભગવાનભાઇ ગોહિલ નામનો વ્યક્તિ તેના ઘરમાં ઘૂસી આવ્યો હતો અને દુષ્કર્મ આચર્યું હતું
ત્યારબાદ આકાશે આ વાત કોઈને પણ કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી અને ત્યાંથી ભાગી ગયો હતો. પીડિતાના ફોનમાં વોટ્સએપ ચેટ પણ ડિલીટ કરી હોવાની વાત પરીણિતાએ કરી હતી. આ અંગે પીડીતાએ પરિવારજનોને જાણ કરતાં તેમણે નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો: વડોદરામાં દુષ્કર્મ આચરનારા ભાજપ કાર્યકરની ઓડિયો ક્લિપ વાઇરલ
આ પણ વાંચો: વડોદરામાં સગીરા પર સાવકા પિતાએ બે વાર દુષ્કર્મ આચર્યું, બદનામી થશે કહી પોલીસે ફરિયાદ ન નોંધી
આ પણ વાંચો: વડોદરામાં ધો.12 સાયન્સની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ, વિધર્મી ગરબા રમવા અને ફોટા માટે ટોર્ચર કરતો હતો