ગિરનાર/ ચોમાસાની ઋતુમાં ખીલી ઉઠી ગિરનારની પર્વતમાળા, દ્રશ્યો જુશો તો કાશ્મીર પણ ઝાંખું પડશે

આ દ્રશ્યો કાશ્મીર કે મનાલી ના નથી. પરંતુ આ છે ગરવા ગિરનારની ગોદ જ્યાં ગિરનાર પર્વતની ફરતે વાદળો છવાઈ ઉઠ્યા છે અને પર્વત સાથે વાર્તાલાપ કરતા હોય તેઓ નજારો જોવા મળે છે.

Gujarat Others
કાશ્મીર

વાદળોથી વાતો કરતો ગરવો ગઢ ગિરનાર, ચોમાસાની ઋતુમાં કાશ્મીર ને પણ ઝાખું પાડે તેવો નજારો ગિરનાર પર સર્જાતો હોય છે. ગિરનાર પર ભારે વરસાદના લીધે શુદ્ધ વાતાવરણ જોવા મળ્યું હતું. આ દ્રશ્યો છે ગિરનાર રોપ વેના કે રોપવેની ટ્રોલીના આજુબાજુ પણ કશું જ નહીં પરંતુ વાદળો જ વાદળો જોવા મળે છે…આ નજારો માણવાની સાથે સાથે માં અંબે અને દત્તાત્રેય ભગવાનના દર્શન માટે લાખો લોકો અહીં ફરવા આવે છે ત્યારે ચોમાસાની ઋતુમાં લોકોને આહ્લાદક દ્રશ્યો અને શુદ્ધ વાતાવરણનો લાહો મળતો હોય છે.. ગીરનાર પર જ્યાં જુઓ ત્યાં વાદળો જ વાદળો અને કાશ્મીરને ભૂલવું દે તેવો નજારો અને વાતાવરણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે આવું જાણીએ શું કહી રહ્યા છે પ્રવાસીઓ.

આમ જૂનાગઢમાં વરસાદે ભરપૂર વ્હાલ વરસાવ્યું હતું. જેથી જૂનાગઢના અનેક સ્થળોએ નયનરમ્ય વાતાવરણ નો લાહવો મેળવ્યો હતો.. ગિરનાર એ ઓઢેલી લીલી છમ ચાદર અને વાદળો એ ઘેરેલું આ ગિરનાર પર્વતના લીધે શિમલા, મનાલીના દ્રશ્યો પણ ઝાંખા લાગે તેવો આહ્લાદક નજારો સર્જાયો હતો.

જ્યારે વરસાદની માહોલમાં ગિરનારની સીડીઓ અને પર્વત પરથી પાણીના ઝરણા પણ વહેતા થતા હોય છે અને આ નજારો પણ જોઈને લોકો મનમુક્ત થઈ જાય છે ગરવા ગિરનારની ગોદ અને દાતારની ભૂમિમાં ચોમાસાની ઋતુમાં આહલાદક દ્રશ્યોથી દૂર દૂરથી આવેલા પ્રવાસીઓ પણ હરખની હેલી ભરીને જાય છે.

આ પણ વાંચો:અસ્પાયર-2 બિલ્ડીંગના ર્નિર્માણનો વીડિયો આવ્યો સામે, જુઓ અહીં

આ પણ વાંચો:ગુજરાત યુનિવર્સીટી પાસે 7માં માળેથી લીફ્ટ તુટતા 7 મજુરોના મોત

આ પણ વાંચો:ગુજરાતમાં આરોગ્ય કર્મીઓનું અલ્ટીમેટમ,માગણીઓ સ્વીકારવમાં નહીં આવે તો આવતીકાલથી આંદોલનની ચીમકી

આ પણ વાંચો: 70 વર્ષ સુધી શાસન કરનાર રાણી એલિઝાબેથ II, રાજકુમારીથી મહારાણી સુધીની સફર