Cancelled Flights/ Go First Airlines એ 3 અને 4 મેના રોજ રદ્દ કરી તેની તમામ ફ્લાઈટ્સ, જણાવ્યું આ મોટું કારણ….જાણો

જો તમે 3 અને 4 મેના રોજ Go First Airlines સાથે ક્યાંક જવા માટે ટિકિટ બુક કરાવી છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Top Stories India
Go First Airlines

જો તમે 3 અને 4 મેના રોજ Go First Airlines સાથે ક્યાંક જવા માટે ટિકિટ બુક કરાવી છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, કારણ કે GoFirst એ DGCA ને જાણ કરી છે કે તેણે 3જી અને 4થી મેના રોજ ઉડ્ડયન માટે નિર્ધારિત તમામ ફ્લાઇટ્સ રદ્દ કરી છે. એરલાઈને તેની પાછળ મોટું કારણ આપ્યું છે. એરલાઈન્સનું કહેવું છે કે ઓઈલ કંપનીઓના બાકી લેણાંની ચૂકવણી ન થવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Go Firstના CEO કૌશિક ખોનાએ PTIને જણાવ્યું હતું કે P&W દ્વારા એન્જિનની સપ્લાય ન કરવાને કારણે GoFirst નાણાકીય તંગીનો સામનો કરી રહી છે, જેના કારણે 28 એરક્રાફ્ટનું ગ્રાઉન્ડિંગ કરવામાં આવ્યું છે. કૌશિક ખોનાએ એ પણ માહિતી આપી હતી કે GoFirst એ NCLT સમક્ષ સ્વૈચ્છિક નાદારી રીઝોલ્યુશન કાર્યવાહી માટે અરજી દાખલ કરી છે.

તો શું GoFirst કિંગફિશરના માર્ગે ચાલી રહ્યું છે?

ઈકોનોમિક ટાઈમ્સમાં છપાયેલા અહેવાલ અનુસાર એક ઓઈલ માર્કેટિંગ કંપનીના અધિકારીએ જણાવ્યું કે GoFirst કેશ એન્ડ કેરી મોડ પર કામ કરી રહી છે. એટલે કે, એરલાઈન્સે દરરોજ જેટલી ફ્લાઈટ્સ ઉડાવવાની હોય છે તે પ્રમાણે એવિએશન ફ્યુઅલ માટે ચૂકવણી કરવી પડે છે. આ કારણે, એરલાઇન્સ સંમત થાય છે કે જો ચુકવણી કરવામાં ન આવે તો વેન્ડર બિઝનેસ બંધ કરી શકે છે. એવું લાગે છે કે GoFirst પણ એ જ માર્ગને અનુસરી રહ્યું છે જે કિંગફિશર એક સમયે અનુસરતી હતી.

એરલાઈન્સ વેબસાઈટ પરથી પ્રાપ્ત માહિતી અનુસાર, GoFirst પાસે હાલમાં કુલ 61 એરક્રાફ્ટ છે, જેમાંથી 56 A320 છે અને 5 A320 CEO છે. મુસાફરોની સંખ્યા ઘટવાને કારણે એરલાઈન્સ ખોટમાં જઈ રહી હતી.

આ પણ વાંચો:આગામી પાંચ વર્ષમાં ભારતીય જોબ માર્કેટમાં 22 ટકા ફેરફારઃ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ

આ પણ વાંચો:કોંગ્રેસની મોદીને 92મી ગાળ, મલ્લિકાર્જુન ખડગે બાદ પુત્ર પ્રિયંકે પીએમને કહ્યા’અપશબ્દો’

આ પણ વાંચો: ‘કેરળ સ્ટોરી’ ફિલ્મ શું છે અને જાણો તેનો વિવાદ

આ પણ વાંચો: છૂટાછેડામાં છ મહિનાના પ્રતીક્ષા સમયગાળા અંગે સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય

આ પણ વાંચો:કર્ણાટકમાં ચૂંટણી પહેલા ભાજપે આ બાબતમાં મારી બાજી, કોંગ્રેસ હજી અવઢવમાં