આપણા દેશમાં લોકોને સોનામાં રોકાણ કરવાનું પસંદ છે. પરંતુ આપણે સોનાનું ઉત્પાદન કરતા નથી, પરંતુ તેને મોટી માત્રામાં આયાત કરીએ છીએ. તેનાથી દેશની તિજોરી પર બોજો પડે છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે 2015માં ‘સોવરિન ગોલ્ડ બોન્ડ’ યોજના રજૂ કરી, જેથી લોકોને ભૌતિક સોનામાં રોકાણ કરવાનો વિકલ્પ મળી શકે.કેન્દ્ર સરકારે સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના 2020-21ના 10મી શ્રેણીના બોન્ડ્સ રજૂ કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે.

Corona Update / UKમાં કોરોનાના કારણે દૈનિક મૃત્યુ દર સરેરાશ 1000, જાણો અન્ય …
આ બોન્ડ્સમાં સોમવાર 11 જાન્યુઆરી 2021 અને 15 જાન્યુઆરી 2021ની વચ્ચે રોકાણ કરી શકાય છે. તેનાથી સંબંધિત બધી મહત્વપૂર્ણ બાબતો અહીં શીખી શકાય છે. આ વખતે બોન્ડની કિંમત પ્રતિ ગ્રામ 5,104 રૂપિયા રાખવામાં આવી છે. અગાઉના સીરીઝના ગોલ્ડ બોન્ડની કિંમત પ્રતિ ગ્રામ રૂ. 5,000 હતી. સરકારે 28 ડિસેમ્બર 2020 અને 1 જાન્યુઆરી 2021ની વચ્ચે સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના 2020-21ની 9મી શ્રેણીના બોન્ડ જાહેર કર્યા હતા.
![]()
USA / અમેરિકામાં સ્થિતિ હજી પણ નિયંત્રણ બહાર, 24 કલાકમાં 2.50 લાખ …
જો રોકાણકારો બોન્ડ્સની ખરીદી માટે ડિજિટલ ચુકવણી કરે છે, તો તેમને પ્રતિ ગ્રામ રૂ 50ની છૂટ મળશે. આમ તેમના માટે ગોલ્ડ બોન્ડની કિંમત રૂ 5104 ની તુલનામાં ઘટાડીને રૂ. 5054 કરવામાં આવશે.લગભગ બધી વ્યાપારી બેંકો ગોલ્ડ બોન્ડ જાહેર કરે છે. રોકાણકારો તેને તે બેંક શાખા દ્વારા અથવા ઓનલાઇન દ્વારા ખરીદી શકે છે. આ સિવાય તેઓ સ્ટોક એક્સ્ચેંજ, બીએસઈ, એનએસઈ, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની શાખાઓ અને પસંદગીની પોસ્ટ ઓફિસમાંથી પણ ખરીદી શકાય છે.સામાન્ય લોકો ઉપરાંત ટ્રસ્ટ, ચેરિટેબલ ટ્રસ્ટ, યુનિવર્સિટીઓ અને અવિભાજિત હિન્દુ પરિવારો (એચયુએફ) આ 1બોન્ડમાં રોકાણ કરી શકે છે.રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દેશમાં ગોલ્ડ બોન્ડ ઇશ્યૂ કરે છે. રિઝર્વ બેંક આખા નાણાકીય વર્ષ દરમિયાન કેટલીક શ્રેણીમાં આ ઇશ્યુ કરે છે. આ અંતર્ગત બોન્ડ ખરીદનારા રોકાણકારોને સોનાંના ભાવની સાથે વળતર મળે છે. વળી ઇશ્યૂના ભાવ પર વાર્ષિક 2.5 ટકા વ્યાજ ચૂકવવાનું થાય છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
