ડિજિટલ પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર કંપની પેટીએમે એન્ડ્રોઇડ યુઝર્સ અને એપ ડેવલપર્સ માટે એક નવું મિની એપ સ્ટોર શરૂ કર્યું છે, જે ભારતીય યૂઝર્સને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવ્યું છે, જેની મદદથી ગૂગલ પ્લે સ્ટોરને કડક ટક્કર આપી શકાય છે. મીની એપ્લિકેશન સ્ટોરમાં ઘણાં વિવિધ પ્રકારનાં વેબ આપવામાં આવેલ છે, જેને ડાઉનલોડ કરવાની જરૂર નથી, પરંતુ આ એપ જેવો જ યૂઝર્સને અનુભવ આપે છે.
જો તમને ધ્યાન હોય તો ગૂગલે થોડા અઠવાડિયા પહેલા જ પેટીએમ ને તેના પ્લે સ્ટોરમાંથી થોડા સમય માટે હટાવી દીધું હતું, તે સમયે ગૂગલે કહ્યું હતું કે સટ્ટાબાજી અને જુગાર જેવી પ્રવૃત્તિઓ તેના નિયમોની વિરુદ્ધ છે જેના કારણે પેટીએમ એપ ને દૂર કરવામાં આવી છે. પેટીએમ સિવાય ગૂગલે ફૂડ એગ્રિગ્રેટર સ્વીગી અને ઝોમેટો સામે પણ આ પ્રકારનાં આરોપો લગાવ્યા હતા. ભવિષ્યમાં પેટીએમનું નવું એપ સ્ટોર ગૂગલ માટે ચિંતાનું કેન્દ્ર બની શકે છે.
કંપનીનાં સીઈઓ અને ફાઉન્ડર વિજય શેખર શર્માએ પણ આ વિશે એક ટ્વિટ કર્યું છે, પેટીએમ એ નવા એપ સ્ટોર વિશે એક નિવેદન પણ બહાર પાડ્યું છે જેમાં કહ્યું છે કે નવા સ્ટોરની મદદથી ભારતીય ડેવલોપર્સને તેમની પ્રોડક્ટની રેન્જ વધુ માં વધુ યૂઝર્સ સુધી પહોંચાડવામાં મદદ મળશે. પેટીએમનાં જણાવ્યા મુજબ, 300 થી વધુ કંપનીઓ નવા એપ સ્ટોરમાં સામેલ થઇ છે, જેમા પ્રમુખ નામ છે ડેરાપિડો, ડોમિનોઝ, નેટમેડ્સ, કાથલન, ઓલા, 1 એમજી, ફ્રેશ મેન્યૂ અને નોબ્રોકર જેવી પેટીએમની તરફથી એપ સ્ટોરમાં જોડાવામાં કોઇ ફી નથી લેવામાં આવી રહી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
