Not Set/ માંગરોળ/ સ્વામિનારાયણ મંદિરના ગોપાલચરણ સ્વામી બ્લેકમેલની ફરિયાદ નોધાવી થયા ગાયબ

જૂનાગઢના માંગરોળમાં સ્વામિનારાયણ મંદિરના સાધુને અંગત પળોની વીડિયો ક્લિપ બતાવી બ્લેકમેઇલ કરતી ફરિયાદ નોંધાવી હતી.  જેને લઈને સાધુ સમુદાયમાં ખળભળાટ મચી ગયો છે. પરંતુ ફરિયાદ નોધાયા બાદ આ સ્વામી જ ગાયબ થઈ  ગયા છે. છેલ્લે કોઈ કન્ઝ્યુમર સ્ટોરમાં ખરીદી કરતો સ્વામીનો ફોટો સામે આવ્યો છે. ગોપાલ સ્વામીની પાપલીલા સામે આવતા થયા લાપતા થયા હોવાનું ચર્ચાઈ […]

Top Stories Gujarat Others

જૂનાગઢના માંગરોળમાં સ્વામિનારાયણ મંદિરના સાધુને અંગત પળોની વીડિયો ક્લિપ બતાવી બ્લેકમેઇલ કરતી ફરિયાદ નોંધાવી હતી.  જેને લઈને સાધુ સમુદાયમાં ખળભળાટ મચી ગયો છે. પરંતુ ફરિયાદ નોધાયા બાદ આ સ્વામી જ ગાયબ થઈ  ગયા છે.

છેલ્લે કોઈ કન્ઝ્યુમર સ્ટોરમાં ખરીદી કરતો સ્વામીનો ફોટો સામે આવ્યો છે. ગોપાલ સ્વામીની પાપલીલા સામે આવતા થયા લાપતા થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢના માંગરોળમાં ગોપાલચરણ સ્વામીએ બ્લેકમેઈલની ફરિયાદ નોંધાવી હતી. સ્વામીએ ફરિયાદમાં જણાવ્યું કે, અમદાવાદની હનીબની હોટલમાં તેમને લલચાવી ફોસલાવી તેમનો અજાણી યુવતી સાથેની અંગત પળોની વીડિયો ક્લિપ ઉતારવામાં આવી હતી. બાદમાં આ વીડિયો ક્લિપ સ્વામીને બતાવી ને  બ્લેકમેઇલ કરી 50 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી રહી છે. અને સાથે ધમકી પણ આપવામાં આવી છે કે,  જો તે 50 લાખ રૂપિયા નહી મળે તો બળાત્કારની ફરિયાદ કરવામાં આવશે.

સ્વામી દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર, માંગરોળના ગોપાલચરણ સ્વામીને લલચાવી ફોસલાવીને અમદાવાદની હનીબની હોટલમાં બોલાવવામાં આવ્યા હતા. બાદમાં યુવતી અને સ્વામીની  અંગત પળોની વીડિયો બનાવવામાં આવ્યો હતો.

આરોપીની ધરપકડ

સ્વામીના જણાવ્યા અનુસાર, જો તેઓ 50 લાખ નહી આપે તો વીડિયો ક્લિપ વાયરલ કરી બળાત્કારની ફરિયાદ નોંધાવવાની ધમકી પણ આપવામાં આવી છે. ફરિયાદ બાદ પોલીસે આરોપીઓને પકડી પણ પડ્યા છે.

આરોપી ની ધરપકડ બાદ પૂછપરછ કરતા સોનલ વાઘેલા નામની ફેક આઇડી બનાવવામાં  આવેલી જેનું સાચું નામ અજીમાબાનું શેખ છે અને આ ગુનાનો મુખ્ય સુત્રધાર મોરબીનો ભાવેશ લડાની જેનું કામ જ છે,  રિચ માણસોની ફેસબૂકથી અજીમાબાનું દ્વારા ફ્રેડ શિપ કરાવવી અને બ્લેક મેઇલ કરવાનું છે.   આ વીડિયો ક્લિપ પાવર બેન્ક માં હોટલ માં જે સ્પાઈ કેમેરા હોય તેના દ્વારા આ વીડિયો ક્લિપ બનાવવામાં આવી હતી.

માળિયાના મામલતદાર કચેરીમાં ઇ ધારામાં ઓપરેટર તરીકે ફરજ બજાવતાં વિક્રમસિંહ કાગળા પાસે આવકનો દાખલો કાઢવા જતા સંપર્ક માં આવતા તેને વિડિયો ક્લિપ બતાવી તેની સાથે મળી સાધુના નંબર મંગાવી ને આ સડયંત્રને અંજામ આપ્યો હતો. ત્યારબાદ સ્વામીને બ્લેકમેઇલના ફોન આવતા માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં સમગ્ર મામલાની પોલીસ તપાસ બાદ આરોપી ને ઝડપી લેવામાં આવ્યા અને તેના વિરુદ્ધ હાલ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.