નવી દિલ્હીઃ સરકારે નવેમ્બરમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે GST કલેક્શનનો ડેટા જાહેર કર્યો છે. ડેટા અનુસાર નવેમ્બર મહિનામાં GST કલેક્શનમાં 8.5 ટકાનો વધારો થયો છે અને 1.82 લાખ કરોડ રૂપિયા સરકારી તિજોરીમાં આવ્યા છે. અગાઉ ઓક્ટોબર મહિનામાં સરકારને GST કલેક્શનમાંથી મોટી રકમ મળી હતી અને આ રેકોર્ડ 1.87 લાખ કરોડ રૂપિયા હતો. જ્યારે સપ્ટેમ્બર 2024માં આ આંકડો 1.73 લાખ કરોડ રૂપિયા હતો.
નવેમ્બર મહિનામાં સરકારે ઘરેલુ વ્યવહારો દ્વારા વધુ આવક મેળવી છે અને તેની અસર જીએસટી કલેક્શનમાં વધારામાં જોવા મળી છે. સરકાર દ્વારા રવિવારે જાહેર કરાયેલા આંકડા અનુસાર, સેન્ટ્રલ જીએસટી કલેક્શન (CSGT) રૂ. 34,141 કરોડ, સ્ટેટ GST કલેક્શન (SGST) રૂ. 43,047 કરોડ, ઇન્ટિગ્રેટેડ IGST (IGST) રૂ. 91,828 કરોડ અને સેસ રૂ. 13,253 કરોડ હતો
નવેમ્બર મહિના દરમિયાન ડોમેસ્ટિક ટ્રાન્ઝેક્શનથી GST રેવન્યૂ 9.4 ટકા વધી રૂપિયા 1.40 લાખ કરોડ થઈ ગયું છે, જ્યારે ઈમ્પોર્ટ પર ટેક્સથી આવકમાં આશરે 6 ટકા વધી રૂપિયા 42,591 કરોડ પહોંચી ગયું છે.
આ મહિના દરમિયાન રૂપિયા 19,259 કરોડનું રિફંડ ઈશ્યુ કરવામાં આવ્યું, જે અગાઉન વર્ષની સમાન અવધિની તુલનામાં 8.90 ટકા ગગડ્યું છે. રિફંડને એડજસ્ટ કર્યાં બાદ નેટ GST કલેક્શન 11 ટકા વધી 1.63 લાખ કરોડ થઈ ગયું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં જીએસટી કલેકશનમાં 15 ટકા વધારો નોંધાયો
આ પણ વાંચો: સરકારને નવરાત્રિ ફળીઃ જીએસટી કલેકશન 1.72 લાખ કરોડ
આ પણ વાંચો: ફેબ્રુઆરીમાં જીએસટી કલેકશન 1.50 લાખ કરોડ, સતત 12 મહિના કલેકશન 1.40 લાખ કરોડ ઉપર રહ્યું