Gandhinagar News : ગાંધીનગર ખાતે બ્રિક્સ (BRICS)મિનિસ્ટર્સ ઑફ જસ્ટિસ મીટિંગ અન્વયે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમ .અને ડિનરમાં હાજરી આપી. રશિયા, બ્રાઝિલ, સાઉથ આફ્રિકા, યુ.એ.ઈ., ઇથિયોપિયા સહિત બ્રિક્સ તથા અન્ય પાર્ટનર દેશોના મિનિસ્ટર્સ અને ડેલિગેશન્સ સાથે મુલાકાત કરી.
ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સશક્ત નેતૃત્વમાં ભારત વૈશ્વિક સંમેલનોમાં માત્ર ભાગીદારી પૂરતું મર્યાદિત નથી, પરંતુ ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવના સાથે આવા સંમેલનોનું નેતૃત્વ પણ કરી રહ્યું છે.
ગુજરાત પોતાની વૈભવશાળી વિરાસત, સુશાસન અને ડિપ્લોમસી થકી આવા સંમેલનો માટે વૈશ્વિક મંચ બની રહ્યું છે, તે જોઈ ગૌરવની લાગણી અનુભવી.
