Ahmedabad News/ SG હાઈવે અને શહેરની હદના રસ્તા પર ભારે વાહનો પર પ્રતિબંધ નિયમની ઘોર અવગણના

શહેરમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા અને ગંભીર અકસ્માતનું જોખમ ટાળવા વહીવટીતંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: શહેરની હદ અને એસજી હાઈવે પર નિશ્ચિત સમય માટે ભારે વાહનો પર પ્રતિબંધ મૂકાયો છે. શહેરમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા અને ગંભીર અકસ્માતનું જોખમ ટાળવા વહીવટીતંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ તાજેતરની સ્થિતિ જોતાં લાગે છે કે ભારે વાહનો પરના પ્રતિબંધ નિયમનું ઘોર ઉલ્લંઘન થઈ રહ્યું છે. પ્રતિબંધ છતાં દિવસ દરમ્યાન ડમ્પર, લકઝરી સહિતના વાહનોની અવર-જવર જોવા મળે છે. હાલમાં નવરાત્રિનો માહોલ છે ત્યારે બેરોકટોક પ્રવેશ કરતાં ભારે વાહનોના કારણે ખેલૈયાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદનો એસજી હાઇવે અને 132 ફૂટ રોડ ટ્રાફિક જામના હોટસ્પોટ

મહત્વનું છે કે શહેરની હદ તેમજ એસજી હાઈવે પર ભારે વાહનોના પ્રવેશ માટે નિશ્ચિત સમય આપવામાં આવ્યો છે. સામાન્ય રીતે ભારે વાહનોને હાઈવે પર અને શહેરની હદમાં મોડી રાતે પ્રવેશની મંજૂરી મળી છે. તે મુજબ વાહનો રાત્રે 11 વાગ્યા બાદ અને સવારે 8 વાગ્યા સુધીમાં જ શહેરમાં પ્રવેશ કરી શકે છે. શહેરની હદમાં તમામ રસ્તાઓ અને દિવસ અને રાતે ધમધમતો એવા એસજી હાઈવે પર દિવસ દરમ્યાન ભારે વાહનો પ્રવેશી રહ્યા છે. ટ્રાફિક નિયમ મુજબ તમામ રસ્તા પર સવારે 8 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી ભારે તેમજ અતિભારે વાહનો એટલે કે દિવસ દરમિયાન ડમ્પર, લક્ઝરી સહિતનાં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે.

Navratri ને લઇને અમદાવાદ પોલીસનો એક્શન પ્લાન તૈયાર, કોમર્શિયલ ગરબા સ્થળે સિક્યુરિટી ગાર્ડ અને CCTV ફરજિયાત - Gujarati News | Ahmedabad police action plan ready for Navratri security guard and CCTV mandatory at commercial garba place ...

છતાં હાલમાં નવરાત્રિના તહેવારના સમયમાં ટ્રાફિક નિયમનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. ભારે વાહનો પરના પ્રતિબંધને કોઈ ગણતું નથી. આખા દિવસ દરમિયાન ડમ્પર, લક્ઝરી સહિતનાં ભારે વાહનો બેરોકટોક પ્રવેશ કરતાં નવરાત્રિમાં એસજી હાઈવે પર આવતાં ખેલૈયાઓએ કલાકો સુધી ટ્રાફિકજામમાં ફસાવવું પડે છે. શું ટ્રાફિક પોલીસને આ ભારે વાહન નથી દેખાતાં. તેઓ કેમ તેના વિરુદ્ધ કાર્યવાહી નથી કરતા. આ મુદ્દે ટ્રાફિક પોલીસનું કહેવું છે કે, પ્રતિબંધિત સમયમાં વધુ જરૂરિયાત માટે ડમ્પરને શહેરમાં ફરવા મંજૂરી આપી છે પણ આવા કેટલાં વાહનને મંજૂરી છે તેનો કોઈ ચોક્કસ આંકડો અમારી પાસે આવ્યો નથી. કે નથી એવી માહિતી કે કયા-કયા ભારે વાહનોને શહેરની હદ અને હાઈવે પર પ્રવેશ મળશે. વહીવટીતંત્રની બેવડી નીતિથી નાગરિકોને નવરાત્રિમાં મુશ્કેલી પડી રહી છે. ટ્રાફિક માટે અડચણરૂપ અને માતેલા સાંઢની જેમ ફરતા ડમ્પર, ભારે વાહનને અમુક ચોક્કસ સમય માટે કેમ નથી રોકાતા તેવો સવાલ નવરાત્રિમાં ગરબા રમવા જનાર દરેક ખૈલેયાને થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં બાવળા ચાંગોદર માર્ગ પર સર્જાયો અકસ્માત, ખેલૈયાનું મોત

આ પણ વાંચો: અમદાવાદ ટ્રાફિક પોલીસ એક્શનમાં, હેલ્મેટ નહીં પહેરો તો ખિસ્સા થશે હળવા

આ પણ વાંચો: અમદાવાદમાં રેલ્વે એન્જિનિયરની ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા