નાફેડના ચેરમેન વાઘજી બોડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. ત્યારે તેમણે મગફળી કૌભાંડ મામલે નિવેદન આપતા જણાવ્યુ હતુ કે દોષિતો સામે કડક પગલાં લેવા જોઈએ. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં મગફળી કૌભાંડ બાદ વાઘજી બોડાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ છે. ત્યારે મગફળીનો કૌભાંડ કરનાર આરોપીને કડક સજા થાય તેવુ પણ કહ્યુ હતુ.
મગફળી કૌભાંડ અંગે કૃષિમંત્રી ફળદુને જવાબ આપતા કહ્યું હતું કે, કૃષિમંત્રી પાસે અભ્યાસ જ નથી. જો કૌભાંડમાં નાફેડ જવાબદાર હોય તો તેની સામે પણ ફરિયાદ કરો.
વાઘજી બોડાએ ટંકારા ખાતેથી કોંગ્રેસની કારોબારીમાં બોલતા કહ્યું હતું કે, ગુજ્કોટના ચેરમેન અને મુખ્યમંત્રીને બનતું ન હોવાથી ફડચામાં ગયેલી મંડળીઓને ખરીદીનું કામ સોપાયું હતું. આ સમગ્ર કૌભાંડમાં અમુક મિલ માલિકો પણ જવાબદરા છે. વિધાનસભાની ચૂંટણી વખતે આ કૌભાંડ થયું હતું.
સાથે સાથે તેમણે એવી ચેલેન્જ પણ ફેંકી હતી કે, ટંકારા અને મોરબી મારો વિસ્તાર છે અહીં ખરીદાયેલી મગફળીમાં એક કાંકરી પણ શોધી આપો તો હું જાહેર જીવન છોડી દઈશ.
ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને વાઘજી બોડા સામે વાકપ્રહાર કરતા જણાવ્યુ હતુ કે વાઘજી બોડા કોંગ્રેસના નેતા છે, કોંગ્રેસમાંથી ધારાસભ્યની ચૂંટણી લડેલા છે. મગન ઝાલાવાડિયા કોંગ્રેસી નેતા અને આગેવાન છે. કોંગ્રેસના નેતા ઉપવાસના નાટક કરી રાજ્યની જનતાને છેતરી રહ્યા છે.
તો બીજું બાજુ બુધવારે નાયબમુખ્ય મંત્રી નીતિન પટેલે નીવેદન આપ્યું હતું કે, નાફેડના ચેરમેનનું કામ મગફળીની દેખરેખ રાખવાનું છે. ગુજરાતમાં મગફળી ખરીદવાનું કામ સરકારે શરૂ કર્યુ હતું.
મગફળીનું ખરીદ અને વેચાણએ નાફેડની દેખરેખમાં એટલે કે જવાબદારીમાં આવે. મગફળીની સારસંભાળ રાખવાની જવાબદારી નાફેડની છે.
નીતિન પટેલે આક્ષેપો પર નિવેદન આપતા જણાવ્યું કે, વાઘજીભાઇનું નિવેદન એ આઘાતજનક છે. વાઘજી બોડાએ લગાવેલાં આક્ષેપો ખોટા છે. વાઘજીભાઈએ અત્યાર સુધી કોઈ જ ફરિયાદ કરી નથી.
