અમદાવાદ,
પાસ અનામત આંદોલન સમિતિમાંથી ભાજપમાં ગયેલ રેશ્મા પટેલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. આ નિવેદન પાંચ રાજ્યોમાં ભાજપની હાર થઇ તે મુદ્દે આપ્યું છે. રેશ્મા પટેલે ટ્વીટ કરીને આ નિવેદન આપ્યું છે. ટ્વીટમાં લખ્યું છે કે ચૂંટણીમાં ભાજપના આત્મવિશ્વાસનો પરાજય નથી. આ અભિમાનની હાર થઇ છે.
ત્રણ રાજ્યમાં હાર થતાં જ રેશ્મા પટેલે કટાક્ષ કરતું ટ્વિટ પોતાની જ સરકાર વિરુદ્ધ કર્યું હતું. રેશ્મા પટેલે ટ્વિટમાં એવું પણ લખ્યું છે કે જનતાના એક એક આંસુ હુકુમત(સરકાર) માટે ખતરા સમાન છે.
यह आत्मविश्वास की हार नहीं हैं
यह अभिमान की हार है।
जनता का एक एक अासु हुकूमत के लिए खतरा है यह मत भूलो।
जय हिंद#Assemblyresults2018#AssemblyElections2018Results— Reshma Patel (@reshmapatel__) December 11, 2018
ઉલ્લેખનિય છે કે મંગળવારે પાંચ રાજ્યના ચૂંટણી પરિણામોમાં ભાજપને પછાટ મળી છે. જે બાદ પક્ષના જ અમુક કાર્યકરો અને નેતાઓ પક્ષની વિવિધ નીતિઓની ટીકા કરી રહ્યા છે.
