Not Set/ NCB 100 કરોડાનું કોઈકેન લાવનાર નાઈઝેરીયન ડ્રગ્સ માફિયાને પકડ્યો

અમદાવાદ, અમદાવાદના NCB ઝોનલે ડ્રગ્સના મુખ્ય સૂત્રોધ્ધારનો પર્દાફાશ કર્યો છે અને તેની પાસેથી 30 કિલો કોકીન જપ્ત કર્યું છે. ઉલ્લેખનીય છે કે આ ડ્રગ માફિયા બેંગ્લોરમાં છે તેવી ઇન્ટેલિજન્સ વિભાગને માહિતી મળી હતી. ઇન્ટરનેશનલ માસ્ટર માઈન્ડ અને નાઈઝેરીયન સીટીઝન જ્હોન સોમાડીયાને નાર્કોટિક્સ બ્યુરોએ(ncb)ની ટીમ અમદાવાદે ઝડપી સેન્ટ્રલ જેલમાં મોકલી દીધો છે. જ્હોન દેશના મોટા શહેરોમાં […]

Gujarat

અમદાવાદ,

અમદાવાદના NCB ઝોનલે ડ્રગ્સના મુખ્ય સૂત્રોધ્ધારનો પર્દાફાશ કર્યો છે અને તેની પાસેથી 30 કિલો કોકીન જપ્ત કર્યું છે. ઉલ્લેખનીય છે કે આ ડ્રગ માફિયા બેંગ્લોરમાં છે તેવી ઇન્ટેલિજન્સ વિભાગને માહિતી મળી હતી.

ઇન્ટરનેશનલ માસ્ટર માઈન્ડ અને નાઈઝેરીયન સીટીઝન જ્હોન સોમાડીયાને નાર્કોટિક્સ બ્યુરોએ(ncb)ની ટીમ અમદાવાદે ઝડપી સેન્ટ્રલ જેલમાં મોકલી દીધો છે. જ્હોન દેશના મોટા શહેરોમાં કેરિયરો મારફત કોકેઇન સપ્લાય કરતો હતો અને એક વર્ષમાં 100 કરોડનું કોકેઇનના તેણે ઘુષાડ્યું છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર નાઈઝેરીયન સીટીઝનને કોકેઇન સાથે એનસીબીએ પકડી પાડ્યો હતો.દેશમાં દિલ્હી, બેંગલૂર, અમદાવાદ, વડોદરા, જેવા મોટા શહેરોમાં કોકેઇને સપ્લાય કરતો હતો.

એનસીબીએ દેશભરમાં ઝુંબેશ શરુ કરી હતી કે, સાઉથ આફ્રિકા, બ્રાઝિલ, સાઉથ અમેરિકાથી કોકેઇન ભારતમાં આવી રહ્યું છે અને દેશભરના મોટા શહેરોમાં કોકેઇન સપ્લાયનું  જ્હોન કરી રહ્યો છે તેથી શોધખોળ શરુ કરતા બેંગલૂર ખાતેથી પકડાયો હતો. દેશમાં એનસીબીએ 14 કેસ કોકેઇનના કર્યા છે તેમાં 2 કેસ એનસીબીએ અમદાવાદ યુનિટે કર્યા છે.

જેના આાધારે તેના પર બેંગ્લોરમાં NCB દ્વારા આ નાઇઝેરિયન પર વોચ ગોઠવવામાં આવી હતી. જો કે માહિતિના આધારે આ નાઇઝેરિનને બેંગ્લોર NCBએ તેની ધરપકડ કરી હતી અને અમદાવાદ NCBને સોંપ્યો હતો.અને ગુનો નોંધી તેની વધુ તપાસ હાથ ધરી હતી.