બાયડ,
પેપરલીક મામલે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે પેપર લીક થયું તે બાબતે મને ઘણું દુ:ખ થયું છે. આપને જણાવી દઇએ કે, ધવલસિંહે એટલે દુ:ખ વ્યક્ત કર્યું છે કે આ પેપર તેમના મતવિસ્તાર એટલે કે બાયડમાંથી લીક થયું હતું.
પેપરલીક મામલે વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના લોકો આ કાંડમાં સંડોવાયેલા છે અને તેમને કડકમાં કડક સજા કરવામાં આવે તે અંગે માંગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે લોક રક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થયું હતું. પેપર લીક થતા જ 9 લાખ વિદ્યાર્થીઓની આશા પર પાણી ફરી વળ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓમાં પણ રોષ ફેલાઇ ગયો હતો. જો કે આ પેપરલીક મામલે ચાર આરોપીની ધરપકડ કરી છે અને વધુ એક નાસતા ફરતા આરોપીની ધરપકડની પોલીસ દૂર છે.
બાયડ નગરપાલિકામાં ભાજપમાંથી ચૂંટણી લડી ચૂકેલા મનહર પટેલ અને ભાજપમાંથી ચૂંટાયેલા વડગામ તાલુકા પંચાયતના સભ્ય મુકેશ ચૌધરીના નામ બહાર આવ્યા છે. જેને પગલે પોલીસે મુકેશ ચૌધરીની ધરપકડ કરી લીધી છે.
વડગામ તાલુકા પંચાયતના સદસ્ય મુકેશ ચૌધરી અને બાયડ અરજણ વાવના મનહર પટેલને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની સૂચના અનુસાર ભાજપમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે .
4 લોકોની ધરપકડ…
૧.વડોદરાનો યશપાલસિંહ જશવંતસિંહ સોલંકી (દિલ્હી ગુરગાવથી આવ્યો હતો).(ધરપકડ બાકી)
૨.ગાંધીનગરની શ્રીરામ હોસ્ટેલની રૂપલ શર્મા
૩.અરવલ્લી જિલ્લાના અરજણવાવ વિસ્તારનો મનહર રણછોડભાઈ પટેલ
૪.ગાંધીનગર વાયરલેસ પી.એસ.આઈ પી.વી.પટેલ
૫.બનાસકાંઠા જિલ્લાના ઈડરણા ગામનો મુકેશ મૂળજીભાઈ ચૌધરી
