ભરૂચ:
૭૨માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે આઝાદીના પર્વને દેશભરમાં ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. દરેક ભારતવાસી હિન્દુસ્તાનના સ્વતંત્રતા દિવસને તહેવારની જેમ હર્ષોલ્લાસથી ઉજવણી કરી રહ્યા છે.
લોકો એકબીજાને સ્વતંત્રતા દિવસના અભિનંદનપાઠવી રહ્યા છે. દેશની આઝાદીના આનંદમાં આખો દેશ ઉજવણી કરી રહ્યો છે ત્યારે ભરૂચના આ નાનકડા ગામમાં કરૂણ ઘટના બનતા ગામ લોકોમાંશોકની લાગણી ફેલાઇ છે.
આનંદના આ અવસર પર ભરૂચમાં એક દુઃખદ ઘટના બની છે. ભરૂચના શુક્લતીર્થ ગામમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી દરિયાન પંચાયતના મહિલા સંરપંચના પતિનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. જેના પગલે કાર્યક્રમમાં દોડધામ મચી હતી અને કાર્યક્રમને સ્થગિત કરી દેવાયો હતો.
વક્તવ્ય દરમિયાન હૃદય રોગનો હુમલો આવતા જમીન પર ઢળી પડયા બાદ મોત નીપજ્યું હતું. મળતી માહિતી પ્રમાણે ભરૂચ જીલ્લામાં આવેલા શુક્લતીર્થ ગામમાં પંચાયત દ્વારા સ્વાતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજે સવારે ગામમાં મહિલા સરપંચ અને તેમના પતિ સહિત ગામના લોકો કાર્યક્રમમાં હાજર હાજર રહ્યા હતા. મહિલા સરપંચે ધ્વજ ફરકાવ્યો હતો. ત્યારબાદ તેમના પતિ આ અવસર પ્રસંગે વક્તવ્ય આપવા માટે ઊભા થયા હતા.
તેઓ ભાષણ આપી રહ્યા હતા તે સમયે જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ મંચ ઉપર જ ઢળી પડ્યા હતા. જેના પગલે કાર્યક્રમમાં દોડધામ મચી ગઈ હતી.
સાથે સાથે તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું. મહિલા સરપંચના પતિના મોતના પગલે કાર્યક્રમને સ્થગિત રાખવામાં આવ્યો હતો. આ દુઃખત ઘટના બનતાં ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
