Ahmedabad News : ગુજરાત હાઇકોર્ટ દ્વારા જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈ મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં આધાર, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા સરકારી રેકર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ સંપૂર્ણ નહીં માન્ય રાખવામાં આવશે. ફક્ત જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ જન્મ તારીખ એ જ સાચી તારીખ માની શકાય તેમ હાઇકોર્ટે જણાવ્યું હતું.
વધુમાં, ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું હતું કે જન્મ મરણની નોંધણીના રજીસ્ટરમાં નોંધાયેલ તારીખ જ માન્ય તારીખ ગણાશે. અન્ય પુરાવાઓમાં લખાયેલ તારીખો ફોર્મ ભરનાર વ્યક્તિ ભરે છે, પરંતુ હોસ્પિટલના રેકર્ડ પ્રમાણે જન્મની નોંધણીમાં નોંધાયેલ તારીખ એ જ સાચી તારીખ ગણી શકાય. ત્યારે જન્મના દાખલામાં તારીખ સુધારા માટેની અરજી ફગાવતા હાઇકોર્ટે ચુકાદો આપ્યો હતો.
જન્મના પ્રમાણપત્રને લઈ ગુજરાત હાઇકોર્ટનો સૌથી મોટો ચુકાદો
* હવેથી આધાર, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા સરકારી રેકર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ માન્ય નહીં ગણાય.
* ફક્ત જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ જન્મ તારીખ જ સાચી તારીખ માની શકાય.
* જન્મ મરણની નોંધણીના રજીસ્ટરમાં નોંધાયેલ તારીખ જ માન્ય તારીખ ગણાશે.
આ ચુકાદાની દૂરોગામી અસર થશે અને હવે આધાર, પાન, લાયસન્સમાં કરવામાં આવતા સુધારા અંગે લોકોને વિચારવું પડશે. જો આ ડોક્યુમેન્ટમાં લખેલ તારીખ જન્મના પ્રમાણપત્ર પ્રમાણે હોવું અનિવાર્ય બની જશે.
આ પણ વાંચો: વારસદારોને રેકોર્ડ પર લાવવા બે સોગંદનામાને લઈને ગુજરાત હાઇકોર્ટે આપ્યો તપાસનો આદેશ
આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત હાઇકોર્ટની ૨૧ નવી કોર્ટ બિલ્ડિંગોનું ખાતમુહૂર્ત
આ પણ વાંચો: રાજ્યની શાળાઓમાં ભગવદ્ ગીતાનાં શ્લોક મુદ્દે PIL,ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ