Not Set/ વરસાદ ખેંચાતા ઘાસચારાની તંગી સર્જાઈ, કોંગ્રેસ સમિતિએ ધરણા યોજી વિરોધ કર્યો વ્યક્ત

કચ્છ, કચ્છમાં વરસાદ ખેંચાતા ઘાસચારાની તંગી અને સંભવિત દુષ્કાળની પરિસ્થિતિ અંગે જિલ્લા કોંગ્રેસ સમિતિએ ધરણાં યોજ્યા હતા અને કલેક્ટર કચેરીને ઘેરાવનો વિરોધ કાર્યક્રમ આપ્યો હતો. કલેક્ટરે કોંગ્રેસી નેતાઓ સાથે બેઠક યોજી તેમની રજૂઆત સાંભળી હતી. કલેક્ટરની ચેમ્બર અંદર આગેવાનોની બેઠક ચાલી હતી. તે દરમિયાન કલેક્ટર કચેરીના પ્રવેશદ્વાર પર ઉમટેલી કોંગ્રેસી કાર્યકરોની ભીડે કચેરીની અંદર જવા […]

Top Stories Gujarat

કચ્છ,

કચ્છમાં વરસાદ ખેંચાતા ઘાસચારાની તંગી અને સંભવિત દુષ્કાળની પરિસ્થિતિ અંગે જિલ્લા કોંગ્રેસ સમિતિએ ધરણાં યોજ્યા હતા અને કલેક્ટર કચેરીને ઘેરાવનો વિરોધ કાર્યક્રમ આપ્યો હતો.

કલેક્ટરે કોંગ્રેસી નેતાઓ સાથે બેઠક યોજી તેમની રજૂઆત સાંભળી હતી. કલેક્ટરની ચેમ્બર અંદર આગેવાનોની બેઠક ચાલી હતી. તે દરમિયાન કલેક્ટર કચેરીના પ્રવેશદ્વાર પર ઉમટેલી કોંગ્રેસી કાર્યકરોની ભીડે કચેરીની અંદર જવા પ્રયાસ કરતાં ધક્કામુક્કી થઇ હતી. બંદોબસ્તમાં રહેલાં પોલીસ જવાનો અને ભીડ વચ્ચે ઘર્ષણ થયું હતું.

પોલીસે દરવાજેથી ભીડને હટાવવા લાઠીચાર્જ કર્યો હતો. ઘર્ષણ દરમિયાન મુખ્ય પ્રવેશદ્વારનો કાચ તૂટી ગયો હતો. લાઠીચાર્જમાં કોંગ્રેસના બે-ત્રણ કાર્યકરોને ઈજા થઈ છે.

જો કે, આગામી અઠવાડિયામાં પરિસ્થિતિ હળવી નહીં થાય તો કોંગ્રેસ વધુ ઉગ્ર આંદોલન છેડશે અને કચ્છમાં એકપણ સરકારી કાર્યક્રમ યોજવા નહીં દે.તેવી ચીમકી ઉચ્ચારી હતી.