Not Set/ ગાંધીનગર જીઆઇડીસીની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી

ગાંધીનગર, ગાંધીનગરમાં એક ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી.ગાંધીનગરના સેકટર 26માં આવેલ ડી માર્ટની સામે આવેલ જીઆઇડીસીમાં આવેલ ફેક્ટરીમાં ભારે આગ લાગી હતી. ગાંધીનગરના સેક્ટર 26માં આગની ઘટનાને પગલે નાસભાગ મચી છે.GIDCમાં ડી માર્ટ મોલની સામે આવેલ એક ફેક્ટરીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. કોઈ કઈ સમજે તે પહેલા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખી […]

Uncategorized

ગાંધીનગર,

ગાંધીનગરમાં એક ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી.ગાંધીનગરના સેકટર 26માં આવેલ ડી માર્ટની સામે આવેલ જીઆઇડીસીમાં આવેલ ફેક્ટરીમાં ભારે આગ લાગી હતી.

ગાંધીનગરના સેક્ટર 26માં આગની ઘટનાને પગલે નાસભાગ મચી છે.GIDCમાં ડી માર્ટ મોલની સામે આવેલ એક ફેક્ટરીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.

કોઈ કઈ સમજે તે પહેલા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખી ફેક્ટરી અગન જ્વાળાઓમાં લપેટાઈ ગઈ અને સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ.

બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે.જો કે આગ કયા કારણોસર લાગી તે હજી જાણી શકાયુ નથી.આગને કારણે કોઈ જાનહાની થઈ નથી પણ આર્થિક નુકસાન ઘણું થયા હોવાનો અંદાજ છે .