કચ્છમાં એક યુવકે તેના લિવ-ઇન પાર્ટનરની પ્રેમની કસોટી માટે પોતાનું જ અપહરણનું નાટક કર્યું હતું. આરોપી યુવક મેહુલ જોશીએ પોલીસને જણાવ્યું હતું કે તે તેની ગર્લફ્રેન્ડ ઇશાન તેને કેટલો પ્રેમ કરે છે તે જોવા માંગતો હતો. પોલીસે કચ્છ જિલ્લાના ભુજ વિસ્તારની નજીકથી મેહુલની ધરપકડ કરી છે.
પોલીસે મેહુલ (23) વિરુદ્ધ સરકારી અધિકારીઓને ખોટી રજૂઆત અને ગેરમાર્ગે દોરવા બદલ કલમ 182 હેઠળ કેસ દાખલ કર્યો છે. ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એ.એન. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, પૂછપરછ દરમિયાન મેહુલ જોશીએ જણાવ્યું હતું કે તે તેની પ્રેમિકા ઇશા (18) ના પ્રેમની કસોટી કરવા માંગે છે. તેથી તેણે પોતાનું અપહરણનું નાટક કર્યું હતું.
મંગળવારે મેહુલ ઓફિસ માટે ઘરની બહાર નીકળ્યો અને ગુમ થયાનું નાટક કરતો હતો. ત્યારબાદ તેણે પોતાનું સીમકાર્ડ બદલ્યું અને વોઇસ ચેન્જર એપ્લિકેશનનો ઉપયોગ કરીને ઇશાને ધમકી ભર્યો કોલ કર્યો. મેહુલે ઇશાને ફોન પર જણાવ્યું હતું કે તેનો લિવ-ઇન પાર્ટનર તેની કસ્ટડીમાં છે અને જો તે તેને જીવંત જોવા માંગે છે, તો તેણે 3 લાખ ચૂકવવા પડશે.
જ્યારે ઇશાએ પોલીસનો સંપર્ક કર્યો ત્યારે તેનું લોકેશન મોબાઇલ દ્વારા મળી આવ્યું હતું. ઈન્સ્પેક્ટર પ્રજાપતિએ જણાવ્યું કે, અમને ભુજમાં મેહુલનો મોબાઇલ લોકેશન મળ્યો અને તે અમને બસ સ્ટેન્ડ રોડ પર મળ્યો. પૂછપરછ દરમિયાન મેહુલ રડવા લાગ્યો હતો અને તેણે કહ્યું હતું કે તેણે પોતે જ તેનું અપહરણનું નાટક રચ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
