Not Set/ ઓપિનીયન પોલ : ગુજરાતની ચૂંટણીમાં ભાજપ – કોંગ્રેસને મળશે આટલી સીટ, આ પાર્ટીની બનશે સરકાર, જુઓ

ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇ હાલ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર-પ્રસાર માટે લોકોના ઘરે ઘરે જઈને સંવાદ કરવામાં આવી રહ્યો છે. એક બાજુ ભારતીય જનતા પાર્ટી માટે આ ચુંટણી પોતાનો ગઢ સાચવી રાખવો અત્યંત મહત્વનું છે જ્યારે કોંગ્રેસ પણ છેલ્લા 22 વર્ષથી ગુજરાતમાં સત્તાથી બહાર છે. આ વચ્ચે વધુ એક ખાનગી ચેનલનો […]

Gujarat

ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇ હાલ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર-પ્રસાર માટે લોકોના ઘરે ઘરે જઈને સંવાદ કરવામાં આવી રહ્યો છે. એક બાજુ ભારતીય જનતા પાર્ટી માટે આ ચુંટણી પોતાનો ગઢ સાચવી રાખવો અત્યંત મહત્વનું છે જ્યારે કોંગ્રેસ પણ છેલ્લા 22 વર્ષથી ગુજરાતમાં સત્તાથી બહાર છે. આ વચ્ચે વધુ એક ખાનગી ચેનલનો ઓપિનીયન પોલ બહાર આવ્યો છે. આ સર્વેમાં ભાજપ વધુ એક વાર ગુજરાતમાં સત્તા પર બિરાજશે તે જોવા મળી રહ્યું છે. જયારે કોંગ્રસ વધુ એક વાર સત્તા વિહોણી રહેશે તેમ માનવામાં આવી રહ્યું છે.

ઓપિનીયન પોલમાં ભારતીય જનતા પાર્ટીને 113 થી 121 સીટ જયારે કોંગ્રેસને 58 થી 64 સીટ મળી રહી છે. તેમજ અન્યને 1 થી 7 સીટ મળવાનું અનુમાન છે. સર્વેમાં, મુખ્યમંત્રી સ્વરૂપે વર્તમાન મુખ્યમંત્રી વિજય રૂપાણીને લોકોની પ્રથમ પસંદગી કહેવામાં આવી રહી છે.. વિજય રૂપાનીને મુખ્યમંત્રી તરીકે 18 ટકા, આનંદીબેન પટેલને 7 ટકા જયારે ભરતસિંહ સોલંકી 7 ટકા લોકોની પસંદગી છે. સર્વેક્ષણ મુજબ, વેપારીઓના સમર્થનમાં ભાજપ કોંગ્રેસની આગળ છે. કોંગ્રેસને 38 ટકા વેપારીઓની ટેકો મળી રહ્યો છે, જ્યારે ભાજપની સાથે 43 ટકા વેપારીઓ છે.