અમદાવાદ: સુરતની કોલેજિયન યુવતીને કોલેજમાં એડમિશન અપાવવાના બહાને BJP ના પૂર્વ એમએલએ અને પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળીએ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. એટલું જ નહીં, તેનો મોબાઈલમાં વિડિઓ બનાવીને તેને વાયરલ કરી દેવાની ધમકી આપીને પીડિતાને નગ્ન હાલતમાં વિડિઓ કોલિંગ કરવાની ફરજ પાડી હતી તેમજ તેણીને જુદી- જુદી જગ્યાએ બોલાવીને બળાત્કાર કર્યો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ સુરતમાં રહેતી અને ફેશન ડિઝાઈનિંગનો અભ્યાસ કરતી યુવતીને ગુજરાત ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને કચ્છ જિલ્લાના અબડાસાના પૂર્વ એમએલએ જયંતી પરશોત્તમ ભાનુશાળીએ કોલેજમાં એડમિશન અપાવવાની લાલચ આપી હતી. આ પછી એક વર્ષ અગાઉ આ કોલેજિયન યુવતીને તેની મહેન્દ્રા કંપનીની ગાડીમાં અમદાવાદથી ગાંધીનગર લઇ જતાં સમયે રસ્તામાં હાઈવે પરના એક ખેતરમાં ગાડી ઉભી રાખીને યુવતી સાથે બળજબરી પૂર્વક બળાત્કાર કર્યો હતો. આ સમયે કોઈ આવી n જાય તે માટે જયંતી ભાનુશાળીએ ગાડીની બહાર ડ્રાઈવર અને બંધુક સાથે અએક માણસને બહાર ઉભા રાખ્યા હતા. તેમજ તેણે મોબાઈલમાં વિડિઓ પણ ઉતાર્યો હતો.
આ પછી જયંતી ભાનુશાળીએ આ વિડિઓ વાયરલ કરી દેવાની ધમકી આપીને યુવતીને અવાર-નવાર નગ્ન હાલતમાં વિડિઓ કોલિંગ કરવાની ફરજ પડાવી હતી. તેમજ જુદી જુદી જગ્યાએ બોલાવીને બળાત્કાર ગુજાર્યો હોવાનો આક્ષેપ પણ પીડિતાએ ફરિયાદમાં કર્યો છે.
ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીના દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીએ આ મામલે સુરત પોલીસ કમિશનરમાં અરજી કરી હતી. પરંતુ આ અરજી મામલે કોઈ કોઇપણ જાતની કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ દરમિયાનમાં ગુરુવારે આ યુવતી એકાએક પ્રગટ થઈને પોતાની અરજી મામલે પોતાનું નિવેદન નોંધાવવા માટે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચી હતી. આ સમયે કોંગ્રેસના મહિલા કાર્યકરો પણ પહોંચી જતાં ભારે નાટકીય વાતાવરણ સર્જાયું હતું.
પોલીસ અહીંથી યુવતીને ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે લઈ ગઈ હતી. જ્યાં યુવતીની ફરિયાદને લઈને જયંતી ભાનુશાળી, તેના ડ્રાઈવર અને બંધુકધારી વ્યક્તિ અને અરજી પાછી ખેંચી લેવા માટે ધમકી આપનાર અજાણ્યા શખ્સ સામે પોલીસે બળાત્કાર, બોગસ દસ્તાવેજ બનાવવા અંગે, આર્મ્સ એક્ટ, અને આઈટી એક્ટ સહિતની કુલ ૧૪ કલમો મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ગુજરાત ભાજપના મોટા નેતાઓમાં ગણનાપાત્ર એવા જયંતી ભાનુશાળી સામે આ પીડિતા યુવતીએ ગત. તા. ૧૦-૭-૨૦૧૮ના રોજ દુષ્કર્મની અરજી આપી હતી. આ અરજી કર્યા પછી તેણીને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી. જે અંગે યુવતીએ ફરિયાદમાં પણ ખુલાસો કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પીડિતા યુવતીએ ફરિયાદમાં એવો પણ ખુલાસો કર્યો છે કે, ધમકી આપનારા લોકોએ તેના ઘરે આવીને તેના ફોટાવાળું આધારકાર્ડ બનાવીને તેમજ હું કોઈ જયંતી ભાનુશાળીને ઓળખતી નથી, તેવી અરજીમાં તેમના માણસો મારી બળજબરીપૂર્વક સહી કરાવી ગયા હતા અને પરિવારને ગમે તેમ ફસાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ મામલે સુરત પોલીસની ક્રાઈમ બ્રાન્ચે યુવતીની ફરિયાદના આધારે જયંતી ભાનુશાળી સામે ઇન્ડિયન પિનલ કોડ ની કલમ ૩૭૬ (૨-N), ૨૯૪ ખ, ૫૦૬-૨, ૪૦૨, ૩૪૨, ૩૫૪, ૩૫૪-એ, ૩૫૪-બી, ૩૬૫, ૩૬૬, ૧૧૪, બોગસ દસ્તાવેજો બનાવવા માટે ૪૬૫, ૪૭૧ની કલમ, આર્મ્સ એક્ટની કલમ ૨૭ (૧), આઈ-ટી એક્ટની ૬૬-ઈ મુજબનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
