રાજકોટમાં વોર્ડ નંબર-૨ના કોર્પોરેટર તેમજ RMC સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન જૈમન ઠાકરે હવામાં ફાયરિંગ કર્યું હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જૈમન ઠાકર હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરતા દેખાઈ રહ્યા છે. આ વીડિયો વાયરલ થતા ભાજપમાં એક ચર્ચાનો વિષય બન્યો છે.
વીડિયો સોશિયલ મીડિયા અને મીડિયામાં પ્રસરતા પોલીસે પણ તપાસ હાથ ધરી છે. આ ઘટના 6 મહિના પહેલાની છે. આ અંગે સ્પષ્ટતા કરતા કોર્પોરેટરે જણાવ્યું હતું કે, સાસણમાં એર ગનથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને આ વીડિયો મારા બાળક દ્વારા 29 તારીખે તેના વોટ્સએપ સ્ટેટસમાં મુકવામાં આવ્યો હતો.
