Not Set/ પેટ્રોલના ભાવ વધારા સામે AAP એ નોંધાવ્યો વિરોધ

સુરત: ગુજરાત સહિત દેશમાં દિન-પ્રતિદિન પેટ્રોલ-ડીઝલના ભાવમાં થતાં વધારાના પગલે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા સુરત સહિત રાજ્યભરમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ગુજરાત સહિત દેશમાં દિન-પ્રતિદિન પેટ્રોલ-ડીઝલના ભાવમાં થતાં વધારાના પગલે સામાન્ય લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. જેના કારણે સામાન્ય અને માધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ રહ્યું છે. કેન્દ્રની મોદી સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના […]

Top Stories Gujarat Surat Trending Politics
AAP protested against the increase in petrol prices

સુરત: ગુજરાત સહિત દેશમાં દિન-પ્રતિદિન પેટ્રોલ-ડીઝલના ભાવમાં થતાં વધારાના પગલે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા સુરત સહિત રાજ્યભરમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

ગુજરાત સહિત દેશમાં દિન-પ્રતિદિન પેટ્રોલ-ડીઝલના ભાવમાં થતાં વધારાના પગલે સામાન્ય લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. જેના કારણે સામાન્ય અને માધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ રહ્યું છે. કેન્દ્રની મોદી સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને નાથવામાં નિષ્ફળ રહી છે. ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો અને કેન્દ્રની મોદી સરકારની નિષ્ફળતાના વિરોધમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ગુજરાતભરમાં વિરોધ નોંધાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ દરમિયાન આમ આદમી પાર્ટી (AAP) સુરત દ્વારા આજે શનિવારે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેના અંતર્ગત સુરત શહેરના ચોક બજારમાં ગાંધીજીની પ્રતિમા પાસે ‘આપ’ના કાર્યકર્તાઓ એકઠા થયા હતા. અને ભાજપ હાય હાયના નારા લગાવી વિરોધ કર્યો હતો. આ સાથે જ આમ આદમી પાર્ટી દ્વારા આગામી દિવસોમા જીવન જરૂરિયાતની ચીજવસ્તુના ભાવ વધવા સાથે લોકોના ખિસ્સા પર બોજ પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

આ વિરોધ પ્રદર્શન બાદ આમ આદમી પાર્ટી (AAP)-દક્ષિણ ગુજરાતના પ્રમુખ રામ ધડુકે જણાવ્યું હતું કે, ગુજરાત સહિત દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે જેના લીધે આમ આદમી પીસાઈ રહ્યો છે. પેટ્રોલ ડીઝલના ભાવોમાં થઈ રહેલા વધારાના કારણે આગામી દિવસોમાં જીવન જરૂરીયાતોની દરેક ચીજવસ્તુઓના ભાવોમાં પણ વધારો થશે. જેના કારણે જીવન જરૂરીયાતોની ચીજવસ્તુઓના ભાવ વધારાનો બોજ તો છેવટે આમ આદમી (સામાન્ય જનતા) પર જ પડવાનો છે.