Covid-19/ ન્યૂયર માટે ગુજરાતીઓ આબુ નહિ જઈ શકે…

મહારાષ્ટ્ર બાદ હવે રાજસ્થાન અને કર્ણાટકમાં પણ નવા વર્ષ નિમિતે યોજાતી પાર્ટીઓ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન ત્રણેય રાજ્યોમાં નાઈટ કર્ફ્યૂ લાગેલો રહેશે.

Top Stories India

મહારાષ્ટ્ર બાદ હવે રાજસ્થાન અને કર્ણાટકમાં પણ નવા વર્ષ નિમિતે યોજાતી પાર્ટીઓ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન ત્રણેય રાજ્યોમાં નાઈટ કર્ફ્યૂ લાગેલો રહેશે. મહારાષ્ટ્રમાં મંગળવારથી જ નાઈટ કર્ફ્યૂ લાગૂ છે. કર્ણાટકમાં આજે રાત્રે 10 વાગ્યાથી લાગૂ થશે. રાજસ્થાનમાં 31 ડિસેમ્બરની રાત્રીથી 1લી જાન્યુઆરીની સવારે 6 વાગ્યા સુધી બધુ જ બંધ રહેશે. રાજસ્થાન સરકારે કહ્યું છે કે 31મી ડિસેમ્બરની રાત્રે 8 વાગ્યાથી 1લી જાન્યુઆરી સવારે 6 વાગ્યા સુધી રાજ્યના તમામ મોટા શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લાગેલો રહેશે.

આ કર્ફ્યૂ રાજ્યના તમામ નગર, નગર પાલિકા, તથા એક લાખથી વધારે વસ્તી ધરાવતા શહેરોમાં લાગશે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ હોટેલ, રેસ્ટોરન્ટ, રિસોર્ટ, ફાર્મ હાઉસ પર કોઈ જ પ્રકારના કાર્યક્રમો કે પાર્ટીનું આયોજન કરી શકાશે નહીં. આતશબાજી કરવા તથા ફટાકડાનું વેચાણ કરવા પર પ્રતિબંધ રહેશે.

બીજી બાજુ કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે નાઈટ કર્ફ્યૂની રાતથી શરૂ થઈ 2 જાન્યુઆરી સુધી જારી રહેશે. ત્યારબાદ સ્થિતિનું મૂલ્યાંકન કરીને ત્યારપછીનો નિર્ણય લેવામાં આવશે. નાઈટ કર્ફ્યૂ રાત્રીના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી લાગૂ રહેશે.

PARTY / પાર્ટીપ્રેમીઓની પહેલી પસંદ રાજસ્થાન, શું 31મી પહેલા ગુજરાતીઓ…

Covid-19 / રાજ્યમાં ઘટતો કોરોનાનો કહેર, નોધાયાં 958 નવા કેસ……

Covid-19 / રાજ્યમાં ઘટતો કોરોનાનો કહેર, નોધાયાં 958 નવા કેસ……

Covid-19 / અમદાવાદ સિવિલ હોસ્પીટલનો સ્ટાફ કોરોના સાથે અન્ય વિવિધ મોરચે …

Statue Of Unity / સ્ટેચ્યુ ઓફ યુનિટીની લેવાશે ખાસ સંભાળ, 201 અધિકારીઓની ફોજ કર…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…