Not Set/ કેરીના રસિયા માટે આનંદના સમાચાર…

કેરી એટલે ફળોના રજા….! ઉનાળો ગમે તેટલો આકરો હોય પરંતુ ગુજરાતીઓ માટે કેરીની સોડમ અને સ્વાદ  ઉનાળાને રહેવા  લાયક  બનાવી દે છે. કેરીના રસિયાઓ માટે આ સિઝન મજાની બની રહે તેવા સારા સમાચાર કેસર કેરીનો ગઢ ગણાતા ગીરમાંથી મળ્યા છે. કેરીના રસિયાઓ માટે આનંદના સમચારા એ છે કે આ વખતે  સાનુકૂળ હવામાનને પગલે કેસર કેરીનો […]

Gujarat

કેરી એટલે ફળોના રજા….!

ઉનાળો ગમે તેટલો આકરો હોય પરંતુ ગુજરાતીઓ માટે કેરીની સોડમ અને સ્વાદ  ઉનાળાને રહેવા  લાયક  બનાવી દે છે.

કેરીના રસિયાઓ માટે આ સિઝન મજાની બની રહે તેવા સારા સમાચાર કેસર કેરીનો ગઢ ગણાતા ગીરમાંથી મળ્યા છે.

કેરીના રસિયાઓ માટે આનંદના સમચારા એ છે કે આ વખતે  સાનુકૂળ હવામાનને પગલે કેસર કેરીનો ગઢ ગણાતા ગીર પંથકમાં કેસર કેરીના આંબા પર ભરપૂર માત્રામાં મ્હોર બેઠાં છે.

આ વખતે સારા હવામાનને કારણે આંબા પર ભપૂર માત્રામાં મ્હોર બેઠા છે.

અને કેટલાક આંબા પર તો નાની કેરી પણ દેખાવા લાગી છે. શિયાળો વિદાય લેવાના ભણકારા વાગે એટલે ગુજરાતીઓના મનમાં કેરીની મીઠાશ દોડવા  માંડે છે.

દરેક આંબા મ્હોરથી ઝૂમી રહેલા નજરે પડે છે મોટા ભાગના આંબા પર મગિયા એટલે કે નાની નાની કેરી પણ બેઠી છે. કેરી પકવતા ખેડૂતોએ જણાવ્યું હતું કે હાલના સમયમાં કેસર કેરી માટે બિલકુલ સાનુકૂળ વાતાવરણ હોવાથી મબલખ પાક આવે તેવી શક્યતા જોવા મળી રહી છે.

ગીરના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના બાગાયતી અધિકારી રણજિત સિંહ બારડે જણાવ્યું હતું કે છેલ્લા થોડા સમયથી ઠંડી વધતા કેસર કેરીના પાકને ફાયદો થશે. તેમજ હાલમાં આંબા પર કોઈ રોગ કે જીવાત જોવા મળી નથી.