સમગ્ર વિશ્વ સહીત ભારતમાં પણ હાલ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ અધિકારીએ સોમવારે એક બેઠકમાં આશંકા વ્યક્ત કરી છે કે કુંભ એક સુપર સ્પ્રેડર બની શકે છે. સરકાર હરિદ્વાર કુંભની ચિંતા કરે છે અને સોમવારે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં તેની ચર્ચા કરી હતી.
ઉચ્ચ સ્તરીય બેઠકમાં સામેલ એક સભ્યએ કહ્યું, “જો સરકાર નિર્ધારિત સમય પહેલા કુંભણે સમાપ્ત કરવાની ઘોષણા નહિ કરે તો તે કોવિડ -19 ‘સુપર સ્પ્રેડર’ બની શકે છે.”

સાધુઓ અને ધાર્મિક નેતાઓની મદદથી જાગૃતિ ફેલાવવા અંગેના વિચારો
પ્રાપ્ત માહિતી અનુસાર “કુંભ જતા યાત્રાળુઓને માસ્ક પહેરવા અને સામાજિક અંતર નું પાલન કરવા માટે સુચના આપવામાં માટે, સાધુઓ અને ધાર્મિક નેતાઓની મદદથી સરકાર એક ટીમ બનાવી રહી છે.” સૂત્રએ કહ્યું, “તે જ સમયે, સરકારે ટીવી અને રેડિયો દ્વારા પણ સંદેશ આપવા સૂચવ્યું હતું. તેમ જ લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે જાહેર સ્થળોએ પોસ્ટરો લગાવવા જોઈએ કે રોગચાળો હજુ સમાપ્ત થયો નથી.” “
ચાલો તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર સમય પહેલા કુંભને સમાપ્ત કરવાનું વિચારી રહી નથી. સરકારે ચેપના ફેલાવાને રોકવા માટે અધિકારીઓના પણ વિચારો માંગ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે લોકોમાં રોગનો ભય રહે તે સુનિશ્ચિત કરવા માટે સરકાર “હેલ્ધી ડર મિશન” હાથ ધરવાની યોજના બનાવી રહી છે

ઉત્તરાખંડ સરકારે અનેક માર્ગદર્શિકા બહાર પાડી છે
ઉત્તરાખંડ સરકારે માર્ગદર્શિકાઓનો સમૂહ પહેલેથી જ જારી કરી દીધો છે. આ અંતર્ગત લોકોને COVID-19 ધોરણોનું કડક રીતે પાલન કરવું પડશે. કુંભમેળામાં આવતા પહેલા મુસાફરોએ આરટી-પીસીઆર પરીક્ષણ રીપોર્ટ 72 કલાક અગાઉ લાવવો ફરજિયાત રહેશે, જે નકારાત્મક હોવો જરૂરી છે. કેન્દ્ર સરકારે પહેલાથી જ ઉત્તરાખંડ સરકારને કુંભ દરમિયાન જીવલેણ વાયરસના ફેલાવાને અંકુશમાં લેવા તમામ કડક પગલાઓનું પાલન કરવા નિર્દેશ આપ્યો છે.
આ વર્ષે, કુંભ મેળા દરમિયાન, 12, 14 અને 27 એપ્રિલના રોજ ત્રણ શાહી સ્નાન કરવામાં આવશે. કુંભ મેળો ભારતમાં ચાર જુદા જુદા સ્થળોએ રાખવામાં યોજવામાં આવે છે – નાસિક, હરિદ્વાર, પ્રયાગરાજ અને ઉજ્જૈન માં ચાર વર્ષના અંતરાલ પર આ મેળા યોજવામાં આવે છે.
