સુરત/ હર્ષ સંઘવીનો આગવો અંદાજ: ઝાડ પર લટકીને બાળપણની યાદ તાજી કરી

રાજ્યના ગૃહમંત્રી હોવા છતાં હર્ષ સંઘવીએ એક નાના બાળકની માફક વડવાઈમાં લટકીને બાળપણની યાદો તાજી કરી હતી. તેમણે જોગર્સ પાર્કમાં સ્થાનિકો સાથે દોડ પણ લગાવી હતી અને લોકોને કસરત અને સ્વાસ્થ્ય પર ધ્યાન આપવા સૂચન આપ્યું હતું.

Top Stories Gujarat Surat
જોગર્સ પાર્ક રાજ્યના ગૃહમંત્રી હોવા છતાં હર્ષ સંઘવીએ એક નાના બાળકની માફક વડવાઈમાં લટકીને બાળપણની યાદો તાજી કરી હતી. તેમણે જોગર્સ
  • સુરત: હર્ષ સંઘવીનો આગવો અંદાજ
  • ઝાડ પર લટકીને બાળપણની યાદ તાજી કરી
  • વડ ની વડવાઈ પર લટકીને કાર્યકરો સાથે મસ્તી
  • મજુરા વિધાનસભા વિસ્તારની મુલાકાતે
  • વિકાસ કાર્યોની સમીક્ષા પણ કરી
  • સમીક્ષા બાદ લોકો સાથે સંવાદ કર્યો
  • વોક વે અને જોગર્સ પાર્કની લીધી મુલાકાત
  • મજુરા વિસ્તારમાં વિકાસ માટેના સૂચનો જાણ્યા

ગુજરાત રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી(Home Minister Harsh Sanghvi) અવારનવાર પોતાના અનોખા અંદાજ સાથે જોવા મળે છે. અને તેમના અનોખા અંદાજની ચર્ચા પણ થાય છે.  આજે સોમવારે સવારે તેમણે વોક વે(walk way) અને જોગર્સ પાર્ક (jogers park)ની મુલાકાત લીધી હતી. તેમની સાથે અનેક કાર્યકરો પણ જોડાયા હતા. અને પાર્કમાં આવેલા અન્ય લોકો સાથે પણ તેમણે આત્મીયતા પૂર્વક હાથ મિલાવી અભિવાદન(hand sake) કર્યું હતું. અને તેમની સાથે વાતચીત કરી હતી. ખાસ તો આ મુલાકાત દરમિયાન તેમણે વડની વડવાઈ સાથે લટકીને હીંચકા ખાધા અને બાળપણ(childhood) ની યાદો તાજી કરી હતી.

‘વોક વે’ દરમ્યાન ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જોગર્સ પાર્કમાં વડની વડવાઈ પર લટકીને કાર્યકરો સાથે મજાક મસ્તી કરતાં જોવા મળ્યા હતા. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હર્ષ સંઘવી પોતાના મત વિસ્તાર મજુરા વિધાનસભા વિસ્તારમાં આવેલા જોગર્સ પાર્કની મુલાકાતે ગયા હતા. અને ત્યાં આવેલા વડના ઝાડની વડવાઈમાં હીંચકા ખાઈ તથા ત્યાંના સ્થાનિકો સાથે બેસીને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મજુરા વિસ્તારમાં વિકાસને લઈને સૂચનો પણ જાણ્યા હતા. અને વિકાસ(devlopment )ના કામોની સમિક્ષા કરી હતી.

રાજ્યના ગૃહમંત્રી હોવા છતાં હર્ષ સંઘવીએ એક નાના બાળકની માફક વડવાઈમાં લટકીને બાળપણની યાદો તાજી કરી હતી. 37 વર્ષની વયે પણ હર્ષ સંઘવી એક્દમ ફિટ છે. અને પોતાના સ્વાસ્થ્યનું હમેશા ધ્યાન રાખે છે. તેમણે જોગર્સ પાર્કમાં સ્થાનિકો સાથે દોડ પણ લગાવી હતી અને લોકોને કસરત અને સ્વાસ્થ્ય પર ધ્યાન આપવા સૂચન આપ્યું હતું.

રાજકોટ / ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીની દાદાગીરી, નાસ્તો કરી પૈસા આપવાને બદલે કરી તોડફોડ

વડોદરા /  શૈશવ સ્કૂલના સંચાલકો પર ગંભીર આક્ષેપ, પોલીસ મથકે આપી અરજી