Surat News: સુરત શહેરમાં (Surat City) સૈયદપુરા વરિયાવી બજાર ખાતે રાત્રે અંદાજે 9 વાગ્યે ગણપતિ મંડપમાં (Ganapati Mandap) બબાલ થઈ હતી, જેને પગલે ગૃહ રાજ્યમંત્રીએ પોલીસને કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. મંડપમાં રિક્ષામાં બેસીને કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો. ઘટના સીસીટીવીમાં કેદ થતાં સુરત સી.પી.એ (Surat Commissioner of Police) તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઘટનાને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું (Harsh Sanghvi) મોટું નિવેદન સામે આવ્યું છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા એક્સ (X) પર જણાવ્યું છે કે, સૂર્યોદય થતા પૂર્વે પથ્થરમારોને (Stone Pelters) ઝડપી પાડવામાં આવશે, તે માટે શાંતિ ડહોળાવનારા શખ્સોને ઝડપી લેવા પ્રયત્નો શરૂ કરી દીધા છે. વીડિયો અને ડ્રોન વિઝ્યુઅલ્સની મદદથી મોટા પાયે કોમ્બિંગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. હાલ જાણવા મળ્યું છે કે પથ્થરમારો (Stone Pelting) કરનારા 12 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. પથ્થરમારો કરનારાને પોલીસ ચોકીએ લવાયા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વધુ માહિતી આપતા કહ્યું કે, આપેલા વચન મુજબ સૂર્ય ઉગે તે પહેલાં જ 27 પથ્થરબાજોની ધરપકડ કરવામાં આવી છે. CCTV, વીડિયો વિઝ્યુઅલ્સ, ડ્રોન વિઝ્યુઅલ્સ વગેરે ટેક્નોલોજીની મદદથી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
जैसा कि मैंने वादा किया था, सूरज उगने से पहले हमने पत्थरबाजों को पकड़ लिया है!
6:30 am #सूरत अपडेट
यहाँ विवरण हैं:
⁃27 पत्थरबाज गिरफ्तार
⁃सीसीटीवी, वीडियो विजुअल्स, ड्रोन विजुअल्स और अन्य तकनीकी निगरानी कार्य अभी भी जारी है।
⁃सभी आरोपियों के खिलाफ सख्त कार्रवाई की जाएगी…
— Harsh Sanghavi (@sanghaviharsh) September 9, 2024
હાલ પથ્થરબાજોની ઓળખ કરવામાં આવી રહી છે તેમજ સખ્ત પગલા ભરવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું છે. સૂત્રો મુજબ, મોડી રાત સુધી પથ્થરમારા બાદ હિંદુ-મુસ્લિમ સમુદાય એકઠા થતા ઘર્ષણ થયું હતું, પરિણામે સમગ્ર વાતાવરણમાં તંગદિલી સર્જાઈ હતી. પરિસ્થિતિ વણસતાં સુરત પોલીસે લાઠીચાર્જ સાથે ટીયર ગેસ છોડ્યાં હતા. હાલ વરિયાવી બજાર, સૈયદપુરા, રામપુરા વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે.
આ પણ વાંચો:સુરતથી રાતે અયોધ્યા જવા નીકળેલી આસ્થા ટ્રેન પર મહારાષ્ટ્રનાં નંદુરબાર સ્ટેશન પર પથ્થરમારો
આ પણ વાંચો:સુરત/ ફરી એક વખત પરપ્રાંતિયો વતન જવા બન્યા હિંસક, પોલીસ પર કર્યો પથ્થરમારો