Political/ ખેડૂતોના મોત પર આ વાત બોલી હસી પડ્યા હરિયાણાના કૃષિ મંત્રી, Video થયો વાયરલ

વિવિદ પ્રદર્શન સ્થળો પર થયેલ ખેડૂતોના મોત પર હરિયાણાના કૃષિ પ્રધાન જે.પી.દલાલે શનિવારે વિવાદિત નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે તેઓ (ખેડૂત) ઘરે રહેતા તો પણ તેમનું મોત થઇ જાતું.

India

કૃષિ કાયદા વિરૂધ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં ઘણા ખેડુતોનાં મોત નીપજ્યાં છે. ટિકરી બોર્ડરથી સિંઘુ બોર્ડર સુધીના આંદોલનમાં જોડાયેલા ઘણા ખેડૂતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે આ દરમિયાન વિવિદ પ્રદર્શન સ્થળો પર થયેલ ખેડૂતોના મોત પર હરિયાણાના કૃષિ પ્રધાન જે.પી.દલાલે શનિવારે વિવાદિત નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે તેઓ (ખેડૂત) ઘરે રહેતા તો પણ તેમનું મોત થઇ જાતું. આમાંથી કેટલાક સ્વૈચ્છિક રીતે મરી ગયા. આશ્ચર્યની વાત તો એ છે કે આ બોલતી વખતે પણ તે હસી રહ્યા હતા.

હકીકતમાં, કથિત રીતે બસો ખેડૂતોના મોત અંગે ભિવાનીમાં એક પત્રકાર દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં દલાલે કહ્યું, ‘તેઓ (ખેડૂત) ઘરે હોત તો પણ મરી ગયા હોત. મને સાંભળો, શું એક થી બે લાખ લોકોમાંથી છ મહિનામાં બસો લોકો નથી મારતા? કેટલાક હાર્ટ એટેકથી મરી રહ્યા છે અને કેટલાક બીમાર પડી પડવાથી. ‘

પત્રકારોના બીજા પ્રશ્નના જવાબમાં મંત્રી દલાલે કહ્યું, ‘આ લોકો સ્વૈચ્છિક રીતે મરે છે. આમાંના કેટલાક લોકો સ્વેચ્છાએ મરી ગયા. અત્રે નોંધનીય છે કે મંત્રી જ્યારે આ વાતો કરતા હતા ત્યારે તે ખુદ હસતા હતા અને આસપાસથી હાસ્યનો અવાજ આવી રહ્યો હતો. આ નિવેદન બાદ હોબાળો થતા થોડા કલાકો પછી, દલાલે કહ્યું કે સોશિયલ મીડિયા પર તેમના નિવેદનને તોડી-મરોડીને રજુ કરવામાં આવ્યું છે.

કૃષિ મંત્રી જે.પી.દલાલે કહ્યું,’મારા નિવેદને ખોટી રીતે શરુ કરવામાં આવી રહી છે. તેમ છતાં જો કોઈને દુ:ખ થયું હોય તો હું માફી માંગું છું. તે ખેડુતોના કલ્યાણ માટે સતત કામ કરશે. કોંગ્રેસના નેતા રણદીપસિંહ સુરજેવાલાએ દલાલના નિવેદનની ટીકા કરતા કહ્યું કે આવા અસંવેદનશીલ વ્યક્તિ જ આવા નિવેદન આપી શકે છે. હરિયાણા કોંગ્રેસ અધ્યક્ષ કુમારી સેલજાએ પણ દલાલના નિવેદનની ટીકા કરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…