Not Set/ હરિયાણા/ પ્રિયંકા ગાંધી કરતા લોકપ્રિય છે પ્રિયંકા ચોપરા, જાણો કોણે આપ્યું નિવેદન

રાજનીતિમાં રહીને વિવાદિત નિવેદન ન આપવુ તેવુ કેવી રીતે બની શકે. જી હા આજે દેશની મોટા ભાગની પાર્ટીઓનાં નેતાઓ કોઇને કોઇ વિવાદિત નિવદન આપી રહ્યા જ છે. ત્યારે હવે તાજેતરમાં હરિયાણાનાં ગૃહ મંત્રી અનિલ વિજે પણ ફરીથી એક વિવાદિત નિવેદન આપ્યું છે. જ્યાં વિજ અવાર-નવાર ગાંધી પરિવાર પર વિવાદિત નિવેદનો અને નિશાના સાધતા જ રહે […]

India

રાજનીતિમાં રહીને વિવાદિત નિવેદન ન આપવુ તેવુ કેવી રીતે બની શકે. જી હા આજે દેશની મોટા ભાગની પાર્ટીઓનાં નેતાઓ કોઇને કોઇ વિવાદિત નિવદન આપી રહ્યા જ છે. ત્યારે હવે તાજેતરમાં હરિયાણાનાં ગૃહ મંત્રી અનિલ વિજે પણ ફરીથી એક વિવાદિત નિવેદન આપ્યું છે. જ્યાં વિજ અવાર-નવાર ગાંધી પરિવાર પર વિવાદિત નિવેદનો અને નિશાના સાધતા જ રહે છે. તેમણે કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર અનેક વખત મૌખિક પ્રહારો કર્યા છે, પરંતુ આ વખતે તેઓ કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા વિશે વિવાદાસ્પદ શબ્દોનો ઉપયોગ કર્યો છે. તેમણે કહ્યું કે પ્રિયંકા ચોપરા પ્રિયંકા ગાંધી કરતા વધુ લોકપ્રિય છે.

તેમણે કોંગ્રેસનાં રાષ્ટ્રીય મીડિયા પ્રભારી રણદીપ સુરજેવાલા પર પણ વિવાદિત ટિપ્પણી કરી હતી. વિજે ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહને તેમના કાર્યકાળ દરમિયાન અર્થવ્યવસ્થા પર પણ સવાલ કર્યા હતા. તેમણે અહીં કહ્યું કે દિલ્હીની કોંગ્રેસની રેલીમાં પ્રિયંકા ગાંધીનાં નારાને બદલે પ્રિયંકા ચોપરાનાં નારા લગાવવામાં આવ્યા હતા. આ જોતા લાગે છે કે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી કરતા પ્રિયંકા ચોપડા વધુ લોકપ્રિય છે.

સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, અનિલ વિજે રણદીપ સુરજેવાલાનાં ઘટતા જીડીપી રેટ અને ભાજપની સમજણમાં આનો અર્થ ગોડસે ડીવાઈસિવ પોલિટિક્સનાં ટ્વિટ પર વળતો પ્રહારો કર્યો છે. જયાં અનિલ વિજે જણાવ્યું હતું કે સુરજેવાલા બુદ્ધિ વિહીન થઈ ગયા છે. હવે આ બાબતોનો રાજકારણ સાથે શું સંબંધ છે.

વિજે કહ્યું કે, હવે કોંગ્રેસ પ્રચાર અભિયાન ચલાવી રહી છે અને લોકોને ભડકાવા અને ઉશ્કેરવા માંગે છે. વિજે પૂછ્યું કે મનમોહન જણાવે કે તેમના કાર્યકાળ દરમિયાન અર્થવ્યવસ્થાની સ્થિતિ શું હતી. ફરીદાબાદમાં કાશ્મીરી ટ્રક ડ્રાઈવરને પાકિસ્તાની નાગરિક ગણાવતા ક્રૂર રીતે માર મારવાના કેસમાં ગૃહ મંત્રી અનિલ વિજે કહ્યું હતું કે તેઓ તેની તપાસ કરાવશે અને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.