રાજય સરકારના આરોગ્ય વિભાગ હસ્તક ફરજો બજાવતા અધિકારી-કર્મચારીઓએ બદલી માટે હવે ઓનલાઈન અરજી કરવાની રહેશે તે સિવાયની અરજીઓ ધ્યાને લેવાશે નહી એમ આરોગ્ય વિભાગની યાદીમા જણાવાયુ છે.
યાદીમા વધુમા જણાવ્યા અનુસાર આરોગ્ય વિભાગ હસ્તકની જાહેર આરોગ્ય,તબીબી સેવાઓ,તબીબી શિક્ષણ અને એન.એચ.એમ. હેઠળ ફરજ બજાવતાં તમામ કાયમી અને કોન્ટ્રાક્ચ્યુઅલ અધિકારીઓ/કર્મચારીઓ ની સેવા વિષયક બાબતોને સુચારૂ બનાવવાના ભાગરૂપે તેમજ સામાન્ય વહીવટ વિભાગ ધ્વારા બદલીની બાબતોમાં સરળતા અને પારદર્શકતા લાવવા માટે થયેલ સુચનાના કારણે આ નિર્ણય કરાયો છે.
તદઅનૂસાર તા.૦૨/૧૨/૨૦૨૧ થી તમામ અધિકારી કર્મચારીઓએ બદલીની અરજીઓ Arogyasathi.gujarat.gov.in માં કરવાની રહેશે. ઓનલાઈન મળેલ અરજીઓના આધારે જ બદલી અંગેના નિર્ણય કરવામાં આવશે અને તે સિવાયની અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં જેથી તમામ કર્મીઓએ હવે ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમ વધુમા જણાવાયુ છે.
Bharuch / કલબફૂટ ડીસીઝનો ઈલાજ શક્ય, ભરૂચમાં 35 બાળકોને મળ્યું નવું જીવન
બનાસકાંઠા / ગુજરાતની સૌથી મોટી ગામપંચાયત, દિયોદરમાં જામ્યો રસાકસી ભર્યો ચૂંટણીનો જંગ
પુસ્તક પરબ / વાંચનપ્રેમી ભરતભાઈએ ગામમાં બનાવી લાઈબ્રેરી
આત્મનિર્ભર / આવો મળીએ એક એવા વિરલાને જે હાથ ગુમાવ્યા બાદ પણ પરિવારનું ભરણ પોષણ કરી રહ્યા છે…
