અનંતનાગ જિલ્લામાં રાતોરાત અથડામણમાં હિઝબુલ મુજાહિદ્દીનનો એક આતંકવાદી માર્યો ગયો. આ અથડામણમાં ત્રણ સૈનિકો અને એક નાગરિક ઘાયલ થયાના અહેવાલ છે. કાશ્મીર ઝોનની પોલીસે શનિવારે આ જાણકારી આપી છે. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે જણાવ્યું હતું કે, “પ્રતિબંધિત આતંકવાદી સંગઠનનો આતંકવાદી કમાન્ડર એચએમ નિસાર ખાંડે માર્યો ગયો હતો. ઘટનાસ્થળેથી એક AK 47 રાઇફલ સહિત ગુનાહિત સામગ્રી, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. ઓપરેશન હજુ ચાલુ છે.”
#AnantnagEncounterUpdate: #Terrorist Commander of proscribed #terror outfit HM Nisar Khanday killed. #Incriminating materials, #arms & ammunition including 01 AK 47 rifle recovered. #Operation in progress: IGP Kashmir https://t.co/IcYO8dGHn9
— Kashmir Zone Police (@KashmirPolice) June 3, 2022
પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે, એન્કાઉન્ટર શુક્રવારે સાંજે અનંતનાગના ઋષિપોરા વિસ્તારમાં શરૂ થયું હતું. તેમણે જણાવ્યું હતું કે આતંકવાદીઓ સાથેના પ્રારંભિક ગોળીબારમાં ત્રણ સૈનિકો અને એક નાગરિક ઘાયલ થયા હતા. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક શ્રીનગરની 92 બેઝ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું હતું.
આપને જણાવી દઈએ કે દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં શુક્રવારે આતંકવાદીઓએ બિન-કાશ્મીરી મજૂરોને નિશાન બનાવ્યા હતા. અગલાર જૈનપુરામાં આતંકીઓએ મજૂરો પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આમાં બે મજૂરો ઘાયલ થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસે આ હુમલાને અંજામ આપનારા આતંકવાદીઓની શોધ શરૂ કરી છે. એવું કહેવાય છે કે આ હુમલો રાજ્ય બહારના લોકોને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. છેલ્લા 24 કલાકમાં બિન-કાશ્મીરીઓ પર આ ત્રીજો હુમલો છે. આ પહેલા ગુરુવારે આતંકવાદીઓએ કુલગામ જિલ્લામાં એક ગ્રામીણ બેંકના મેનેજરની હત્યા કરી હતી.
આ પણ વાંચો:ગુજરાત બોર્ડ ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, આ જિલ્લાએ મારી બાજી
