Gandhinagar News: રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પ્રોબેશન સમયગાળા દરમિયાન અપ્રમાણિક અને ગેરરીતિ કરનારા સરકારી કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
સરકારે ગેરરીતિ અને અપ્રમાણિક કર્મચારીઓ અને અધિકારીઓ સામે આંખ આડા કાન કર્યા છે. જેમાં પ્રોબેશન સમયગાળા દરમિયાન જો બેઈમાની અને ગેરરીતિ જણાશે તો ઉપરી અધિકારીઓ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. જેનો પરિપત્ર જાહેર કરાયો હતો.
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આજે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરિપત્ર મુજબ કોઈપણ સરકારી કચેરીમાં પ્રોબેશન સમયગાળા દરમિયાન અપ્રમાણિક અને ગેરવર્તણૂક કરનાર સરકારી કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જેમાં માત્ર વિભાગના વડા જ કર્મચારી કે અધિકારીને પ્રોબેશન સમયગાળા દરમિયાન બરતરફ કરી શકે છે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું છે કે પ્રોબેશન પીરિયડ લંબાવતા પહેલા વિભાગના વડાએ સમીક્ષા કરવાની રહેશે.
સરકારી કચેરીઓમાં પ્રોબેશન સમયગાળા દરમિયાન નવા કર્મચારીઓ દ્વારા આચરવામાં આવતા ગેરરીતિ અંગે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: સરકારી કર્મચારીઓ આનંદો, દિવાળી પછી પડતર દિવસે રજા મળતા મળશે મિની વેકેશન
આ પણ વાંચો: સરકારી કર્મચારીએ હેલ્મેટ પહેર્યું હશે તો જ કચેરીમાં મળશે પ્રવેશ, સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજીયાત
આ પણ વાંચો: રાજ્યના 60 હજાર સરકારી કર્મચારીઓનો જૂની પેન્શન યોજનામાં સમાવેશ
